મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

A ONE XAVIER'S SCHOOLમાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમનીનું આયોજન

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

A ONE XAVIER'S SCHOOL ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારોને જવાબદારી સોંપવા માટે ભવ્ય Investiture Ceremonyનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના હેડ બોય, હેડ ગર્લ, હાઉસ કેપ્ટન, વાઇસ કેપ્ટન તથા અન્ય વિદ્યાર્થી પ્રતિનિધિઓને બેજ પહેરાવી અને શપથ લેવડાવી તેમની જવાબદારીઓનું ઔપચારિક રીતે હસ્તાંતરણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ શાળાના મૂલ્યો, શિસ્ત, નેતૃત્વ અને જવાબદારીનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રસંગે શાળાના ચાર હાઉસ—Eklavya , Prahlad, Shraavan અને Nachiketa ના સૂત્રો રજૂ કરવામાં આવ્યા.   શાળાના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઝાલા તથા ટ્રસ્ટી શ્રી ધવલસિંહ ઝાલા (ધારાસભ્ય, બાયડ)એ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી નેતૃત્વ, જવાબદારી અને સેવાભાવથી કાર્ય કરવાની પ્રેરણા આપી. શાળાના પ્રિન્સિપાલશ્રીએ પણ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે સારા નેતાઓ શિસ્ત, સમર્પણ અને ટીમવર્ક દ્વારા જ ઘડાય છે. સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં યોજાયો હતો અને વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો.