મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

A ONE XAVIER'S SCHOOLની વિદ્યાર્થીનીનું નેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ટીમમાં ગૌરવપૂર્ણ સિલેક્શન

A ONE XAVIER'S SCHOOLની વિદ્યાર્થીનીનું નેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ટીમમાં ગૌરવપૂર્ણ સિલેક્શન — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

*A ONE XAVIER'S SCHOOLની વિદ્યાર્થીનીનું નેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ટીમમાં ગૌરવપૂર્ણ સિલેક્શન* 

અમદાવાદના મેમ્કો સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત સ્ટેટ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા ગર્લ્સ ટેનિસ બોલ ક્રિકેટની રાજ્ય કક્ષાની પસંદગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 8 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.   આ સ્પર્ધામાં A ONE XAVIER'S SCHOOLમાં ધોરણ-9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની *તનિષ્કા જોરેએ* પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે નેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ટીમ માટે સ્થાન પ્રાપ્ત કરીને શાળા, પરિવાર અને સમગ્ર નરોડા વિસ્તારનું ગૌરવ વધાર્યું છે.   આ સિદ્ધિ બદલ તનિષ્કાને હાર્દિક અભિનંદન તથા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવે છે. શાળાના *ક્રિકેટ કોચ શ્રી ચેતન વાઘેલાની* સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન પણ આ સફળતામાં મહત્વપૂર્ણ રહ્યું છે.