કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે GST Day અને CA Dayની ઉજવણી
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
તા. ૧ જુલાઈ, ૨૦૨૬
*એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે GST Day અને CA Day ની ઉજવણી* એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે તા. ૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ વિદ્યાર્થીઓમાં કરજાગૃતિ અને નાણાકીય સાક્ષરતા વિકસાવવાના હેતુથી GST Day અને CA Day ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓએ GSTનું મહત્વ, તેના લાભો તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ના વ્યવસાયની સમાજ અને અર્થતંત્રમાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકા વિશે માહિતીપૂર્ણ રજૂઆત કરી. ઉજવણીને વધુ આકર્ષક બનાવવા માટે વિદ્યાર્થીઓએ ગ્રીન બોર્ડ અને સોફ્ટ બોર્ડ પર વિષયાનુરૂપ સર્જનાત્મક ચાર્ટ્સ, માહિતી અને સુશોભન તૈયાર કર્યું, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં કરવ્યવસ્થા, નાણાકીય શિસ્ત અને કારકિર્દી અંગે જાગૃતિ સાથે વ્યવહારુ જ્ઞાનનો વિકાસ થયો.




