કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
A-One Xavier's School,Naroda ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : A One Xavier's School, Naroda
A-One Xavier's School,Naroda ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
અમદાવાદ, તા. 21 જૂન : A-One Xavier's School ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી. આ કાર્યક્રમનું આયોજન ભારતીય યોગ સંસ્થાન, ગુજરાત પ્રાંતના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત યોગના મહત્વ અંગે માર્ગદર્શન સાથે થઈ હતી. ભારતીય યોગ સંસ્થાનના પ્રશિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની ક્રિયાઓ કરાવવામાં આવી હતી. યોગ દ્વારા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય કેવી રીતે સુધારી શકાય તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક યોગાભ્યાસમાં ભાગ લીધો. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા માર્શલ આર્ટ્સના આકર્ષક પ્રદર્શન પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત સૌએ વધાવી લીધા હતા. માર્શલ આર્ટ્સના પ્રદર્શન દ્વારા આત્મરક્ષા, શિસ્ત અને આત્મવિશ્વાસનો સંદેશ આપવામાં આવ્યો હતો. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા ભારતીય યોગ સંસ્થાનના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓને નિયમિત યોગ અને વ્યાયામને જીવનનો ભાગ બનાવવા પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને વિદ્યાર્થીઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ તેમજ યોગ પ્રત્યે રસ વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થયો. - A-One Xavier's School, Naroda




