મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

નાપા આદર્શ શાળા ખાતે ઉનાળૂ વેકેશન વર્કશોપ યોજાયો

શાળા/કોલેજ : એકતાનગર પ્રાથમિક શાળા (નાપા)

લાયન્સ ક્લબ બોરસદ સીટીના સહયોગથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવાના હેતુથી ‘કૌશલ્યની કેડીએ’ અંતર્ગત ૪ દિવસીય સમર વેકેશન વર્કશોપનું એકતાનગર (નાપા) ખાતે સમાપન થયું. જેમાં જિલ્લા ગ્રંથપાલ એમ. ટી. નીસરતા, લાયન્સ કલબ બોરસદ સીટીના પ્રમુખ(૨૬-૨૭) લાયન હિતેન્દ્રભાઇ પટેલ, નવા મંત્રી લા.કૃણાલ શર્મા, ખજાનચી દિપકભાઈ, પૂર્વ પ્રમુખ લા ઈશ્વરભાઈ પટેલ, ડૉ. રમણ માધવ, હિયા પટેલ(ન્યુઝીલેન્ડ) નિહાલ વહોરા, સી.આર.સી.અનિલભાઈ રાણા, મુ.શિ. ભાનુપ્રસાદ પંચાલ, શિક્ષકો, તજજ્ઞ તથા ૭૫ જેટલા બાળકોએ હાજરી આપી હતી.   વર્કશોપના સમાપન કાર્યકમમાં હાજર સૌ મહેમાનોનું બાળકોના હસ્તે પુષ્પ અને પુસ્તકથી સ્વાગત કરાયું હતું. મુ.શિ.ભાનુપ્રસાદ પંચાલે સૌને આવકારી વર્કશોપ દરમ્યાન થયેલ પ્રવૃત્તિઓની વિગતે માહિતી આપી સહયોગી તજજ્ઞ મિત્રોના સહકારને બિરદાવ્યો હતો.જિલ્લા ગ્રંથપાલ એમ.ટી. નિસરતા,નવ નિયુક્ત લાયન્સ પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલ તથા સી.આર.સી.સી. અનિલભાઈએ વર્કશોપ અંતર્ગત થયેલી પ્રવૃત્તિઓને બિરદાવી આવનાર દિવસોમાં શાળાને ઉપયોગી થવાના આશય સાથે બાળકોને આગળ વધવા અનુરોધ કર્યો હતો. એક્સપર્ટ(તજજ્ઞ) દ્વારા યોગ, ક્રાફ્ટ, સ્કેટિંગ, કરાટે, બ્રેસ્લેટ મેકિંગ, વાર્તાલેખન, પુસ્તકાલયના ઉપયોગ જેવી વિવિધ પ્રવૃતિઓ બાળકોને નિઃશુલ્ક શીખવવામાં આવી હતી.   લાયન્સ ક્લબ દ્વારા દરેક તજ્જ્ઞોને મોમેન્ટો અને બાળકોને પ્રમાણપત્રોનું વિતરણ કરાયું હતું. શાળાના દ્વારા બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાજર મહેમાનોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. વર્કશોપમાં સહયોગી સૌનો હિતેનભાઈ સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો.અગાઉ હાજર રહેલ લાયન સભ્યો મેઘલ પંચાલ,સન્ની સુખડીયા,ભાવિક શાહ દ્વારા સૌ બાળકો  ને શુભકામનાઓ આપવામાં આવી હતી. સંચાલન કિરણભાઈ સોલંકીએ કર્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળા પરિવાર, એસ.એમ.સી સભ્યો તથા મ.ભો.સ્ટાફે સહયોગ પૂરો પડ્યો હતો.