મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

કૃષિ મહાવિદ્યાલય મોટા ભંડારીયા ખાતે વિદ્યાર્થીઓ માટે 16 દિવસીય નાણાકીય સાક્ષરતા તાલીમનો પ્રારંભ

શાળા/કોલેજ : કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, મોટા ભંડારીયા

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ મહાવિદ્યાલય, મોટા ભંડારીયા ખાતે વિદ્યાર્થીઓના નાણાકીય ભવિષ્યને મજબૂત બનાવવા તથા ફાઇનાન્સ ક્ષેત્રમાં ઊભરી રહેલી વિવિધ કારકિર્દી તકો અંગે માહિતગાર કરવા માટે 16 દિવસીય નાણાકીય સાક્ષરતા તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માનનીય કુલપતિ ડૉ. વી. પી. ચોવટિયા સાહેબની પ્રેરણાથી કૃષિ મહાવિદ્યાલય મોટા ભંડારીયા દ્વારા બજાજ ફિનસર્વ લિમિટેડ, પુણે ના સહયોગથી તા. 11 થી 26 મે, 2026 દરમિયાન “સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન બેન્કિંગ, ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સ (CPBFI)” તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ડી. એસ. કેલૈયાએ વિદ્યાર્થીઓમાં નાણાકીય જ્ઞાન અને નાણાકીય આયોજનની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજના સમયમાં નાણાકીય સાક્ષરતા જીવનના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી બની ગઈ છે. આ પ્રસંગે બજાજ ફિનસર્વના માસ્ટર ટ્રેનર શ્રી હેમેન્દ્ર પુરોહિત દ્વારા દૈનિક જીવનમાં નાણાકીય સાક્ષરતાના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનું આયોજન કોલેજના ફેકલ્ટી સભ્યો ડૉ. વી. સી. ગઢીયા, ડૉ. એસ. એસ. સપ્રે, ડૉ. વી. વી. અગ્રાવત, ડૉ. પી. એચ. ઝાલા તથા ડૉ. પી. જે. ડાવરીયા દ્વારા કરવામાં આવી રહ્યું છે.