કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય – જામનગરને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ
રિપોર્ટેડ બાય: પ્રફુલ્લાબેન રૂપડિયા, જામનગરપ્રકાશિત :
ફોટો 1 / 2
શાળા/કોલેજ : શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય
રાજયની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા અને શ્રેષ્ઠ કામગીરી કરનારી શાળાઓને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી શ્રેષ્ઠ શાળા પ્રોત્સાહક એવોર્ડ યોજના અંતર્ગત વર્ષ 2025-26 માટે જાહેર કરાયેલા એવોર્ડમાં શ્રી આર્યસમાજ - જામનગર દ્વારા સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય – જામનગર એ જામનગર શહેર કક્ષાએ પ્રથમ અને જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે, જે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી શ્રી ધવલભાઈ બરછા, સર્વે પદાધિકારીઓ, અંતરંગ સદસ્યો, સમગ્ર સભાસદોએ આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન રૂપડીયાને અને તેમની ટીમને અભિનંદન ન પાઠવી અને તેમની આ શાળા સિદ્ધિને બિરદાવેલ.


