મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

આંકલાવ કોલેજના અધ્યાપકે AI CONTENT આધારિત OTT “Cine AI Prime” લોન્ચ કર્યું

શાળા/કોલેજ : શ્રી એસ.ડી. પટેલ આર્ટસ એન્ડ સી. એમ. પટેલ કોમર્સ કોલેજ, આંકલાવ

આંકલાવ,  માધ્યમિક કેળવણી મંડળ, આંકલાવ સંચાલિત શ્રી એસ.ડી. પટેલ આર્ટસ એન્ડ સી. એમ. પટેલ કોમર્સ કોલેજ, આંકલાવના અંગ્રેજી વિષયના અધ્યાપક ચિંતન મહિડાએ ભારતનું પ્રથમ AI થી બનેલી ફિલ્મોનું OTT પ્લેટફોર્મ “Cine AI Prime” શરૂ કર્યું છે. આ OTT પ્લેટફોર્મ કોલેજના અધ્યાપક દ્વારા બનાવાયેલું ભારતનું પ્રથમ AI CONTENT BASED OTT પ્લેટફોર્મ છે, જે નવી પેઢીના ફિલ્મ નિર્માતાઓ અને સર્જકો માટે પ્રેરણાસ્ત્રોત બનશે. હવે NETFLIX અને AMAZON PRIME VIDEOની જેમ ભારતીય સ્તરે નવી ઓળખ ધરાવતું OTT ઉભું કરવાની દિશામાં આ એક મજબૂત પગલું માનવામાં આવે છે.   આ પ્લેટફોર્મ હાલમાં website સ્વરૂપે www.cineaiprime.com⁠ પર સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં મોબાઈલ એપ સ્વરૂપે પણ ઉપલબ્ધ થશે. ચિંતન મહિડાએ આ અનોખી પહેલ કોલેજના ઇનોવેશન ક્લબ હેઠળ શરૂ કરી છે, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ટેક્નોલોજી, નવીનતા અને સર્જનાત્મકતા તરફ પ્રેરિત કરવાનો છે. “Cine AI Prime” એક વિશિષ્ટ OTT પ્લેટફોર્મ છે, જેમાં હાલ ચિંતન મહિડા દ્વારા AI થી બનાવવામાં આવેલી અનેક ફિલ્મો, વિડિયો ગીતો, ગીતસંગ્રહ, Podcast અને સમીક્ષાઓનો સમાવેશ થાય છે. ચિંતન મહિડા નિર્દેશિત ‘Vijli : The Last Voyage of S. S. Vaitarana’ સહિત અનેક AI Films હાલમાં આ OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.   ઉપરાંત તેમણે Sardar Patel University, Vallabh Vidyanagar ના અભ્યાસ આધારિત કૃત્રિમ બુદ્ધિથી સામગ્રી તૈયાર કરી છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ OTT પ્લેટફોર્મ પરનું સમગ્ર સામગ્રી પરિવાર અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. Cine AI Prime માત્ર એક OTT પ્લેટફોર્મ નથી, પરંતુ શિક્ષણ અને મનોરંજનને કૃત્રિમ બુદ્ધિ સાથે જોડતું એક નવીન ડિજિટલ પ્રયત્ન છે. આ પહેલ “ડિજિટલ ઈન્ડિયા” અને “મેક ઇન ઈન્ડિયા” જેવી રાષ્ટ્રીય દૃષ્ટિને પણ મજબૂત બનાવે છે. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશકુમાર પી. ત્રિવેદી તેમજ માધ્યમિક કેળવણી મંડળના ચેરમેન અને મંત્રીશ્રી જગદીશભાઈ પટેલએ અધ્યાપક ચિંતન મહિડાને આ અનોખી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી પ્રશંસા વ્યક્ત કરી છે.