કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
નિધિ સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી
રિપોર્ટેડ બાય: YASHPALSINH CHUDASAMA, Rajkotપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : NIDHI SCHOOL
નિધિ સ્કૂલ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત "સાયન્સ ફેર" નું આયોજન કરાયું
રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા આવતીકાલે 28મી ફેબ્રુઆરી એટલે કે "રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ" આ દિવસની ઉજવણી વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો યોજીને કરવામાં આવેલ ,આ વિજ્ઞાન મેળામાં અલગ અલગ 32 કૃતિઓ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રજૂ કરવામાં આવી હતી. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ, ગ્રીનહાઉસ, 3D કાર પાર્કિંગ, પોલ્યુશન, પાક સંરક્ષણ મોડેલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી, સોલાર મોબાઈલ ચાર્જર, પાણીનું શુદ્ધિકરણ, રીન્યુએબલ એનર્જી, અર્થ ક્વીક ડિટેક્ટર, માનવ હૃદય, જળચક્ર, સ્મોક બબલ વિગેરે જેવી કૃતિઓ વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા રજૂ કરાઈ હતી.
તેના અંતર્ગત માહિતી આ વિજ્ઞાન મેળો જોવા આવનાર જાહેર જનતા, વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળાનો સમય સવારે 9:00 થી 1:00 દરમિયાન નિધિ સ્કૂલ, ભારતીય નગર, ગાંધીગ્રામ ખાતે કરવામાં આવ્યો હતો. આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થી ભાઈઓ દ્વારા હોરર હાઉસ એટલે કે ભુત બંગલા નું પણ નિર્માણ કરેલ, તો વોર્ડ નંબર - 1ગાંધીગ્રામ વિસ્તારના સર્વે લોકગણને આ વિજ્ઞાન મેળા નિહારેલ, આ વિજ્ઞાન મેળા દરમિયાન રાજકોટ શહેર ભા.જ.પમાં વોર્ડ નંબર 1 માંથી નવ નિયુક્ત પામેલ શહેર મહામંત્રી લલીતભાઈ વાડોલીયા, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ રાઠોડ,શહેર બક્ષીપંચ મોરચા મહામંત્રી રાજેશ સવનિયા, તેમજ શહેર આદિજાતિ મોરચા ના મહામંત્રી વિજય રાઠોડને સ્કૂલ તરફથી અભિવાદન પણ કરવામાં આવ્યું હતુ.
આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કરવા અલ્પેશ જોશી (સ્વસ્તિક સ્કૂલ), કોર્પોરેટર શ્રીમતિ દુર્ગાબા જયદીપસિંહ જાડેજા,ભાજપ અગ્રણી કાથડભાઈ ડાંગર, રાજુભાઈ જુંજા,જયરાજસિંહ જાડેજા,કાનાભાઈ ખાણધર, અવિ મકવાણા, નાગજીભાઈ વરૂ ઉપસ્થિત રહ્યાં હતા. આ વિજ્ઞાન મેળાને સફળ બનાવવા નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી ગણ જહેમત ઉઠાવી હતી.





