મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ રાજકોટ ખાતે શુભેચ્છા સમારંભ યોજાયો

શાળા/કોલેજ : શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ

રાજકોટ શહેરમાં 125 વર્ષથી કાર્યરત શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે સૌ. યુનિવર્સિટીના શિક્ષણ વિભાગ ના ડીન, સૌ. યુનિવર્સિટી નાં ઈસી મેમ્બર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના બોર્ડ મેમ્બર અને શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડૉ નિદત્તભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થી, ફૂટબોલમાં ધોરણ વાઈઝ મેન ઓફ ધ મેચ, રમતગમતમાં રાજ્ય કક્ષા સુધી પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને બારોટ સાહેબના હસ્તે શિલ્ડ અપાયા. શિક્ષણ, શિસ્ત, નિયમિતતા, પરિણામ અને વર્તણૂકમાં ઉત્તમ વિદ્યાર્થીઓ ને ઈનામ અપાયા.

કાર્યક્રમના અધ્યક્ષ અને બોર્ડ મેમ્બર શ્રી બારોટ સાહેબે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી પ્રેરિત કર્યા હતા. પરિશ્રમનું મહત્વ સમજાવી જીવન કૌશલ્ય કેળવવા પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ અને આશીર્વચનનું ભાથું મેળવ્યું હતુ.