કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
માતૃભાષા મહોત્સવ 2026
રિપોર્ટેડ બાય: Manisha Shukla, વિસલપુર, અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા વિસલપુર અમદાવાદ
વિસલપુર ખાતે માતૃભાષા મહોત્સવની ભાવભીની ઉજવણી
વિસલપુર (અમદાવાદ) સ્થિત શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા અને શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે “માતૃભાષા મહોત્સવ – 2026”નું ગૌરવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
કાર્યક્રમમાં શ્રી તલકચંદ ઝબકબા કેમ્પસના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વક્તા તરીકે માધ્યમિક શાળાના આચાર્ય શ્રી દિલીપસિંહ ચૌહાણે માતૃભાષાના મહિમા અને ગુજરાતી ભાષાના સંવર્ધન અંગે પ્રેરક વિચારો વ્યક્ત કર્યા હતા. શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી મનીષા નંદકિશોર શુક્લે માતૃભાષા પ્રત્યે ગૌરવ અને સંસ્કાર જાળવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમના સંયોજનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિશિષ્ટ મહેમાન તરીકે ઉચ્ચતર પ્રાથમિક શાળાના શ્રીમતી ગીતાબેન પટેલ સ્ટેજ પર બિરાજમાન રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી તેજલબેન જાની અને નયનાબેન વણકર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી મન્સૂરીસાહેબ દ્વારા તેમજ ધોરણ 9ની વિધાર્થિનીઓ દ્વારા માતૃભાષાનું જીવન માં રહેલા સ્થાન વિશે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું . ધોરણ 9ની વિધાર્થિનીઓએ ગુજરાતી ભાષાનું ગૌરવ ગીત અને લોકગીત પણ રજૂ કર્યા હતા.ગુજરાતી સાહિત્ય આધારિત વાચન, રજૂઆત અને સંદેશાત્મક પ્રવૃત્તિઓ દ્વારા કાર્યક્રમને ભાવસભર બનાવાયો હતો. વિશેષરૂપે “માતૃભાષા કાર્યશાળા” અંતર્ગત દિવાલ પર તૈયાર કરાયેલા વિશાળ બોર્ડ પર શિક્ષકમિત્રો અને મહાનુભાવોએ પોતાના હસ્તાક્ષર તથા માતૃભાષા પ્રત્યેના સંદેશો લખી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ એક્ઝિબિશન પણ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.




