કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
નિધિ સ્કૂલ દ્વારા બાલાજી વેફર્સની મુલાકાત
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ ચુડાસમા, Rajkotપ્રકાશિત :
ફોટો 1 / 3
શાળા/કોલેજ : NIDHI SCHOOL
નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઔદ્યોગિક માહિતી અર્થે બાલાજી વેફર્સ ની મુલાકાત લીધી
રાજકોટ શહેરમાં આવેલી નિધિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રની પ્રેક્ટીકલ માહિતી મળે અને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા શિક્ષણ મેળવી શકે તેના લીધે વિદ્યાર્થીઓને ઔદ્યોગિક ક્ષેત્રની માહિતી મળે અને તેનાથી માહિતગાર થાય તેના અર્થે બાલાજી વેફર્સની મુલાકાત લેવામાં આવી હતી. બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી દ્વારા સમગ્ર પ્લાન્ટનું નિદર્શન કરાવવામાં આવ્યું હતુ. તેમજ તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સાથે બાલાજી વેફર્સના સ્થાપનાથી અત્યાર સુધીની સંઘર્ષ યાત્રા વિશે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી મેળવવામાં આવી હતી. આ મુલાકાતમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલના શિક્ષક ગણ અસ્મિતા ડાભી, રિદ્ધિબા ગોહિલ, વિધિ વાઘેલા પૂર્વા ગોહેલ આ મુલાકાતમાં વિદ્યાર્થીઓ સાથે જોડાયા હતા.



