કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શ્રી શિવરાજપુર કન્યા પ્રાથમિક શાળા પી.એમ.શ્રી - ગુજરાતમાં ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનની ઉજવણી
રિપોર્ટેડ બાય: KAJALBEN RAMANI, જસદણપ્રકાશિત :
ફોટો 1 / 4
શાળા/કોલેજ : શિવરાજપુર કન્યા પ્રાથમિક શાળા પી.એમ.શ્રી - ગુજરાત
શ્રી શિવરાજપુર કન્યા પ્રાથમિક શાળા પી.એમ.શ્રી - ગુજરાતમાં વર્ષ 2025-26નું ભવ્ય ગણિત - વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના 193 બાળકોએ ભાગ લીધો હતો. વિધાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ અને વિજ્ઞાન વિષયને લગતા વિવિધ પ્રયોગો, મોડલ જેવા કે ઇલેક્ટ્રિક, સેન્સર આધારિત, અવકાશ, મિસાઈલ, રોબોટિક તથા ટેક્નોલોજી આધારિત મોડેલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓએ પણ ઉપસ્થિત રહી વિધાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.




