મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

આર્ય સમાજ જામનગર કન્યા વિદ્યાલય દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી

શાળા/કોલેજ : શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગર

       શ્રી આર્યસમાજ - જામનગર દ્વારા સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલયમાં 77માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહના અધ્યક્ષ શ્રી આર્યસમાજ -જામનગરના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર રહ્યા હતા અને તેમના દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શ્રી આર્યસમાજ -જામનગરના માનદ્દમંત્રી શ્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ શ્રી વિનોદભાઈ નાંઢા, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ચૌહાણ, ઉપમંત્રી શ્રી મનોજભાઈ નાંઢા, અંતરંગ સદસ્ય શ્રી ભરતભાઈ આશાવર, આર્ય વિદ્યાસભા - જામનગરના સદસ્ય શ્રી રામભાઈ બરછા, શ્રી આર્યસમાજ – જામનગરના નિમંત્રિત અંતરંગ સદસ્ય શ્રી વિશ્વાસભાઈ ઠક્કર, શ્રી સતપાલજી આર્ય, શ્રી સુનીતાબેન ખન્ના, સભાસદ શ્રી કૈલાદેવી આર્ય, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન રૂપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રી સંગીતાબેન મોતીવરસ, શિક્ષિકા બહેનો અને વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા આપણા દેશના બંધારણ અંગે વકતૃત્વ આપવામાં આવ્યું હતુ. પ્રાસંગિક ઉદબોધન આજની સભાના અધ્યક્ષ અને શ્રી આર્યસમાજ - જામનગરના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર દ્વારા અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન રૂપડીયાએ આપ્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષિકા શ્રી ધર્મિષ્ઠાબેન ગોહિલે કર્યું હતું.