મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

નિધિ સ્કૂલ દ્વારા " વીરાંજલિ યાત્રા " યોજવામા આવી

શાળા/કોલેજ : NIDHI SCHOOL

નિધિ સ્કૂલ દ્વારા 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે "વિરાંજલી યાત્રા" યોજાઈ

રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલમાં આગામી 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે પરીન કિયા મોટર્સ ના ઉપક્રમે કાર રેલી "વિરાંજલી યાત્રા" સ્કૂલ તરફથી વિસરાયેલા વીરોને યાદ કરવા માટે સવારે 9:30 કલાકે રાખવામાં આવી હતી. તે પહેલા સૌ પ્રથમ સવારે 9:00 કલાકે સ્કૂલના ચેરમેન શ્રીમતી સજનબા સિંધુભા ચુડાસમાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતુ. ભારતમાતા પૂજનમા રાષ્ટીય સ્વયંસેવક સંધના ત્રિલોકભાઈ ઠાકર, મનોજભાઈ ભટૃ, અજયભાઈ ભટૃ નરેન્દ્રભાઈ પંડયા, અમિતભાઈ વૈશ્નવ,હર્ષિતભાઈ ભટૃ,યશભાઈ ઠાકર, વૈભવભાઈ,પ્રશાંત સિંધવ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આપણા દેશની આઝાદી માટે બલિદાન આપનારા આપણા દેશના શહીદ વીરો જેમ કે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, શહીદ વીર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રાણી લક્ષ્મીબાઈ, વીર સાવરકર, ડો. કેશવ બલિરામ હેડગેવારજી, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે દેશભક્તોએ પોતાનું, પોતાના પરિવારનું, પોતાના સમાજથી પર વિચારીને માતૃભૂમિ એટલે કે ભારત માતા માટે પોતાનું બલિદાન આપ્યું હતું, તેઓની યાદ વિસરાય ન જાય તેના અનુસંધાને એક કાર રેલી પરિન કિયા મોટર્સના સહયોગથી એટલે કે "વિરાંજલી યાત્રા" કરવામાં આવી હતી.

જેમાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા આ દેશભક્તોના પહેરવેશ પહેરવામાં આવ્યા હતા. આ યાત્રા નિધિ સ્કૂલથી પ્રસ્થાન કરી ભારતીય નગર, મોચી નગર, શ્યામ, અક્ષર નગર મેઇન રોડ, 80 ફૂટ રોડ, સત્યનારાયણ નગર મેઇન રોડ, શાહ નગર, જીવંતિકા ચોક, એસ. કે. ચોક, ગોકુલ પાન ચોક, નાણાવટી ચોક, સંતોષ પાર્ક મેઇન રોડ, શાંતિનગર, રૈયાધાર મેઇન રોડ, શાસ્ત્રીનગર, અયોધ્યા ચોક, શીતલપાર્ક ચોક, શીતલ પાર્ક મેઈન રોડ થઈ પરત સ્કૂલ પર પરત આવી હતી. વોર્ડ નંબર 1 ના ગાંધીગ્રામ વિસ્તારમાં આશરે 9 કિલોમીટરમાં કાર રેલી યોજવામાં આવી હતી. આ કાર રેલીમાં કાર માટેનો સહયોગ પરીન કિયા મોટર્સના રાજદીપસિંહ જાડેજા દ્વારા મળ્યો હતો. તેમજ આ વીરાંજલી યાત્રાને સફળ બનાવવા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ, વિદ્યાર્થી ગણ જહેમત ઉઠાવી હતી.