મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

વસંતના વધામણા

શાળા/કોલેજ : શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા

શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા, વિસલપુર અમદાવાદ ખાતે ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ દ્વારા વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો દ્વારા વસંત ઋતુનું આગમન કેવી રીતે થાય છે તેની નિબંધ સ્પર્ધા અને સરસ્વતી પૂજન તથા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રોએ પોતાની વિવેક બુદ્ધિ અને જ્ઞાન મુજબ તેમજ વાંચન લેખનની પદ્ધતિ દ્વારા પોતાની રજૂઆત કરી હતી.