મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

નિધિ સ્કૂલ દ્વારા " વસંત પંચમી " પર્વની ઉજવણી

નિધિ સ્કૂલ દ્વારા " વસંત પંચમી " પર્વની ઉજવણી — ફોટો 1

શાળા/કોલેજ : NIDHI SCHOOL

નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા "વસંત પંચમી" પર્વની ઉજવણી

નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ વિદ્યા તેમજ કલાની દેવી માઁ સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ એટલે કે "વસંત પંચમી"ની ઉજવણી કે.જી વિભાગના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવી હતી. 

વસંત પંચમીની ઉજવણીમાં કે.જી વિભાગની વિદ્યાર્થીનીઓ માં શારદાની વેશભૂષા પહેરી આવ્યા હતા, તેમજ માં સરસ્વતીનું પૂજન કર્યું હતું, તેમજ વિદ્યા માટે પ્રાર્થના કરી હતી, તેમજ માં સરસ્વતીની પ્રદક્ષિણા કરી શ્લોકનું પઠન કર્યું હતું.

કે.જી વિભાગના વિદ્યાર્થીઓ આજ રોજ પીળા વસ્ત્રો ધારણ કરીને આવ્યા હતા, સ્કૂલના શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓને વસંત ઋતુ એટલે ઋતુઓની મહારાણી તેમજ વસંત ઋતુમાં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠે છે, તેમજ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સૌ પ્રથમ માઁ સરસ્વતીનું પૂજન કરવામાં આવેલ હતું તેથી આ પર્વમાં માઁ સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે, તેની સમજ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલનો સમગ્ર શિક્ષક ગણ ઉજવણીમાં જોડાયો હતો.