મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

નિધિ સ્કૂલ દ્વારા "રાષ્ટ્રીય યુવા દિવસ"ની ઉજવણી

શાળા/કોલેજ : NIDHI SCHOOL

નિધિ સ્કૂલ દ્વારા "રાષ્ટ્રીય યુવા દિવસ"ની ઉજવણી

રાજકોટ શહેરમાં આવેલી નિધિ સ્કૂલ દ્વારા 12 જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનંદની 163મી જન્મ જયંતી, આ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ભારત વર્ષમાં રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાય છે, 12 મી જાન્યુઆરી 1985ના દિવસે ભારત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજ રોજ સ્વામી વિવેકાનંદની પ્રેરણા આપતું નાટક તેમજ વિવેકાનંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમજ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્ર તેમજ તેમણે ગુરુ આદર્શ દ્વારા કરેલ કાર્યો તેમજ સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મનો ડંકો શિકાગોની ધર્મસભામાં વગાડ્યો હતો, તેના વિશે માહિતી આપવામાં આવી હતી,. સ્વામી વિવેકાનંદનું સૂત્ર "ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો"ની સમજ પણ આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ તેમજ હર્ષદ રાઠોડ કાર્યરત રહ્યા હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરલ લાઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું.