કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
નિધિ સ્કૂલ દ્વારા "મકરસંક્રાતિ પર્વ"ની ઉજવણી
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ ચુડાસમા, Rajkot, Gujaratપ્રકાશિત :

શાળા/કોલેજ : NIDHI SCHOOL
નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા "મકરસંક્રાંતિ પર્વ"ની ઉજવણી
રાજકોટ શહેરમાં આવેલી નિધિ સ્કૂલ દ્વારા મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોએ અવનવી પતંગો બનાવી હતી તેમજ કે.જી વિભાગના ભૂલકાઓને સ્કૂલ તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શિક્ષક ગણ દ્વારા મકરસંક્રાંતિ પર્વને લઈ સાવચેતી રાખવાની તેમજ પતંગ ચગાવતી વખતે અગાસી પર ધ્યાન રાખવું, તેમજ ઈલેક્ટ્રીક વાયર કે લાઈનને અડવું નહીં, તેમજ પંખીઓને નુકસાન ન થાય તેની કાળજી રાખવી, તેમજ ચાઈનીઝ દોરા નો ઉપયોગ સદંતર બંધ રાખવો એવી સમજણ આપવામાં આવી હતી, તેમજ ઉતરાયણ પર્વની સર્વે વિદ્યાર્થીઓને સ્કૂલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ તેમજ હર્ષદ રાઠોડ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
