કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
NIDHI SCHOOL "ANNUAL SPORTS DAY"
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ ચુડાસમા, Rajkot, Gujaratપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : NIDHI SCHOOL
નિધિ સ્કૂલ દ્વારા સંસ્થાના સ્થાપક સિંધુભા મૂળુભા ચુડાસમાની પુણ્યતિથિ નિમિત્તે ૧૧મો "ખેલ મહોત્સવ" યોજાયો
રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા નિધિ સ્કૂલના સ્થાપક સિંધુભા મૂળુભા ચુડાસમા ની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે "ખેલ મહોત્સવ"નું આયોજન તા. ૦૧/૦૧/'૨૬ ગુરુવારના રોજ સવારે ૮ થી ૧ દરમિયાન "અક્ષર પાર્ટી પ્લોટ, અયોધ્યા ચોક, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતુ. આ રમતોત્સવનું દીપ પ્રાગટ્ય નિધિ સ્કૂલના ચેરમેન શ્રીમતી સજનબા સિંધુભા ચુડાસમા દ્વારા કરવામાં આવેલ તેમજ આ પ્રસંગે બ્રહ્માકુમારી નયના દીદી તેમજ ભાગ્યવતી દીદી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ચંદુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ),ખુરશીદ સુમા (પ્રદેશ અગ્રણી,ભા.જ.પ), અજયસિંહ ચુડાસમા (R J માય એફ.એમ), વિક્રમભાઈ પુજારા (ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ), કાથડભાઈ ડાંગર (પ્રભારી વોડૅ નં.૧ ભા.જ.પ), હીરેનભાઈ ખીમાણીયા (કોપોરેટર, વોડૅ નં.૧), કાનાભાઈ ખાણધર, જયદીપસિંહ જાડેજા (પૂવૅ પ્રમુખ વોડૅ નં.૧), અવિ મકવાણા (યુવા અગ્રણી ભા.જ.પ), શ્રીમતી લક્ષ્મીબેન મીશ્રા (મહીલા અગ્રણી), અવિનાશ આચાયૅ (માય એફ.એમ) ઉપસ્થિત રહ્યા હતા.
નિધિ સ્કૂલના કે.જી થી ધોરણ - ૮ સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે અલગ અલગ રમતો જેમકે બલૂન રેસ, આઇસક્રીમ રેસ, પાસ ધ રીંગ, પ્લેટ & બોલ, બોલ વીથ રીંગ, કોન બેલેન્સ, રોલ ઘ બોલ, ફર્ન વીથ રીંગ, લંગડી રેસ, ટાસ્ક રેસ,પાસીંગ ધ બોલ સ્નેક રેસ, ૫૦ મીટર દોડ, બિલ્ડીંગ વિથ ગ્લાસ, જંપ એન્ડ કલેક્ટ બોલ, ત્રીપગી દોડ, રીંગ બાય રીંગ, બોલ બેલેન્સ રેસ, કબડ્ડી, બેક રેસ, તેમજ મ્યુઝીકલ ચેર એટલે કે સંગીત ખુરશી ની રમતો રમાડવામાં આવી હતી, તેમજ તેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક વિજેતાને મેડલ તેમજ ટ્રોફી દ્વારા સન્માનિત કરવામાં આવેલ, તે ઉપરાંત વિદ્યાર્થીઓના વાલીઓને પણ ક્રમાંક આપી ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. રમોત્સવના નિર્ણાયક તરીકે હાર્દીક પઢીયાર તેમજ નિરવ વ્યાસે સેવા આપી હતી, આ રમતોત્સવને સફળ બનાવવા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા,પ્રિન્સિપાલ બીના ગોહેલ,જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલના સમગ્ર શિક્ષક ગણ કાર્યરત રહ્યા હતા, આ સમગ્ર ખેલ મહોત્સવનું સંચાલન દિશાંગી દવે તેમજ હેમાલી મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતુ.





