મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવણી

શાળા/કોલેજ : શ્રી પી.વી. મોદી સ્કૂલ ગુજરાતી માધ્યમ

શ્રી પી.વી. મોદી સ્કૂલમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમ

રાજકોટની શ્રી પી.વી. મોદી શાળા દ્વારા ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી નિમિત્તે 22 ડિસેમ્બર 'ગણિત ઉત્સવ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસની પૃષ્ટિ થાય, તર્ક શક્તિ અને વિચારશક્તિમાં વૃદ્ધિ થાય તેમજ ગણિત દૈનિક જીવનમાં કેટલું ઉપયોગી છે તે સમજવું અને સહજ અને સરળતાપૂર્વક ગણિત શીખવામાં રસ-રુચિ કેળવે એ માટે ગણિતશાસ્ત્રીઓની વેશભૂષા, ગણિતની નિશાઓનો ડાન્સ, ગણિતના આકારોની સમજૂતી, ગણિત વિષયક ગીત તેમજ ડાન્સ અને ગણિત રમતના કોયડા રમાડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.