મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ONE XAVIER'S SCHOOL, નરોડામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

A ONE XAVIER'S SCHOOL, નરોડામાં તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન પ્રેસ નોટ. નરોડા સ્થિત A ONE XAVIER'S SCHOOL માં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર અને પરંપરાઓ પ્રત્યે આદરની ભાવના વિકસાવવા માટે તુલસી પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભાવપૂર્વક તુલસી માતાનું પૂજન કરી પ્રાર્થના કરી. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને તુલસીના ધાર્મિક, વૈજ્ઞાનિક અને પર્યાવરણીય મહત્વ વિશે સમજ આપવામાં આવી. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે બેસીને પૂજનવિધિમાં ભાગ લીધો અને સકારાત્મક સંસ્કારોને આત્મસાત કર્યા. આવા સંસ્કારસભર કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે શાળા સંચાલન સતત પ્રયત્નશીલ છે. — A ONE XAVIER'S SCHOOL, નરોડા