મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડામાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી

એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડામાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL

એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડામાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડામાં ધોરણ 5થી 9ના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય ખેડૂત દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ખેડુતોના મહત્ત્વ અને દેશના વિકાસમાં તેમના અવિસ્મરણીય યોગદાન અંગે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મોનો એક્ટિંગ, કવિતાપાઠ, ખેડૂત વેશભૂષા, તથા દેશભક્તિ અને ખેડૂત આધારિત ગીતોની રજૂઆત કરી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ ખેડુતોના પરિશ્રમ, સંઘર્ષ અને જીવનમૂલ્યોને અસરકારક રીતે રજૂ કર્યા. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું અને ખેડુતો પ્રત્યે સન્માન અને આદરભાવ વિકસાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં કૃતજ્ઞતા અને સામાજિક જવાબદારીના મૂલ્યો વિકસ્યા. શાળા વ્યવસ્થાપન દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી. — એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા