મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

A ONE XAVIER'S SCHOOL, નરોડા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ગ્રાહક અધિકાર જાગૃતિ કાર્યક્રમ

A ONE XAVIER'S SCHOOL, નરોડા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ગ્રાહક અધિકાર જાગૃતિ કાર્યક્રમ — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL,NARODA

A ONE XAVIER'S SCHOOL, નરોડા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ગ્રાહક અધિકાર જાગૃતિ કાર્યક્રમ નરોડા સ્થિત A ONE XAVIER'S SCHOOL માં તારીખ 24 ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટે ગ્રાહક અધિકાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ નાટક (Drama), પોસ્ટર તથા પલકાર્ડ પ્રસ્તુતિ દ્વારા Right to Choose, Right to Safety, Right to Seek Redressal, Right to Consumer Education, Right to Be Informed અને Right to Be Heard જેવા મહત્વપૂર્ણ ગ્રાહક અધિકારોને ખૂબ અસરકારક રીતે રજૂ કર્યા. નાટક દ્વારા દૈનિક જીવનમાં ગ્રાહકોને થતી સમસ્યાઓ અને તેમના અધિકારોને સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યા, જેના કારણે કાર્યક્રમ દર્શકો માટે વધુ અર્થપૂર્ણ બન્યો. વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, અભિનય કૌશલ્ય અને જાગૃતિભાવને ખૂબ પ્રશંસા મળી. શાળા વ્યવસ્થાપન અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું અને આવા શૈક્ષણિક તેમજ જાગૃતિસભર કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાશે તેવું જણાવાયું.