મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

CHRISHTMAS CELEBRATION

શાળા/કોલેજ : NIDHI SCHOOL

નિધિ સ્કૂલ દ્વારા "નાતાલ પર્વ"ની ઉજવણી

__________________________

રાજકોટ શહેરમાં આવેલી નિધિ સ્કૂલના કે.જી વિભાગના તેમજ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના સ્મરણાર્થે નાતાલ પર્વની ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી, આ તહેવારમાં વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલ ટ્રી, લાઈટ વડે રોશની, લીલા રંગના વૃક્ષની સજાવટ, લાલ ટેટા વાળું સદાપર્ણે ઝાડનું સુશોભન પણ કરવામાં આવ્યું હતું, વિદ્યાર્થી ભાઈ બહેનોએ જીંગલ બેલ ગાન પર ડાન્સ પણ કર્યો હતો, તેમજ નાતાલ પર્વની ઉજવણી શા માટે કરવામાં આવે છે તેની સમજ પણ સ્કૂલના શિક્ષક દ્વારા આપવામાં આવી હતી, આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા,બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ કે.જી વિભાગના શિક્ષક ગણ તેમજ પ્રાથમિક વિભાગના શિક્ષક ગણ જોડાયેલા હતા.