કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
પીએમ શ્રી મોડેલ સ્કૂલ-ઇણાજમાં ભવ્ય ગણિત-વિજ્ઞાાન પ્રદર્શન યોજાયું
રિપોર્ટેડ બાય: અલ્પાબેન તારપરા, વેરાવળપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : શ્રી મૉડેલ સ્કૂલ - ઈણાજ
ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાની પી એમ શ્રી મૉડેલ સ્કૂલ-ઈણાજમાં ધોરણ 6 થી 12ના તમામ પ્રયોગોને આવરી લઈ આ શાળાના 400 વિદ્યાર્થીઓ દ્વારા 200 પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. જીલ્લા શિક્ષણાધિકારી - ગીર સોમનાથ શ્રી એમ. પી. બોરીચાએ પેન્ડયુમ રંગોળી દ્વારા આ પ્રદર્શનને ખુલ્લુ મુક્ય હતું. તેમણે 2 કલાકનો સમય ફાળવી તમામ ક્રૃતીઓ નિહાળી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પી એમ શ્રી સ્કૂલના આ કાર્યક્રમને ખરા અર્થમાં બાળકો સુધી પહોંચાડનાર ગણિત વિજ્ઞાાનના શિક્ષકોને પણ બિરદાવ્યા હતા.





