મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ગોંડલ રેલવે સ્ટેશન પર કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત

શાળા/કોલેજ : Ambika Playhouse & Kindergarten

Ambika Playhouse & Kindergarten દ્વારા તારીખ 13/12/2025ના રોજ ગોંડલ રેલવે સ્ટેશન ખાતે કિન્ડરગાર્ટનના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન બાળકોએ ભારતના ઝડપી વિકાસનું પ્રતીક બનેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નજીકથી નિહાળી હતી, જેના માધ્યમથી તેમને આધુનિક પરિવહન વ્યવસ્થા અંગે પ્રાથમિક સમજ મળી.

આ કાર્યક્રમ દરમિયાન આર.પી.એફ.ના પોલીસ અધિકારીએ બાળકોને રેલવેના મૂળભૂત નિયમો તથા મુસાફરી દરમિયાન અપનાવવાની સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. મુલાકાત દરમિયાન મુસાફરોએ બાળકોને ઉત્સાહભર્યું અભિવાદન અને હસતાં હાથ હલાવી વિદાય આપી, જેનાથી બાળકો માટે આનંદ અને યાદગાર અનુભવ વધ્યો. સમગ્ર મુલાકાત શૈક્ષણિક, માહિતીસભર અને સ્મરણિય રહી હતી.