કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
NIDHI SCHOOL STUDENTS VISITED RAMKRISHNA ASHRAM
રિપોર્ટેડ બાય: યશપાલસિંહ ચુડાસમા, Rajkotપ્રકાશિત :
ફોટો 1 / 3
શાળા/કોલેજ : NIDHI SCHOOL
નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ રામકૃષ્ણ આશ્રમની મુલાકાતે
રાજકોટ શહેર ખાતે આવેલી નિધિ સ્કૂલના પ્રાથમિક વિભાગના ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીની બહેનો માટે રામકૃષ્ણ આશ્રમ ખાતે "સ્વામી વિવેકાનંદ" સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિધિ સ્કૂલના 70થી પણ વધુ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો, જે શિબિરમાં વિદ્યાર્થીની બહેનોને પ્રાર્થના મંદિરમાં ધ્યાન કરાવવામાં આવ્યું હતું, ત્યારબાદ રામકૃષ્ણ આશ્રમના બાલ પુસ્તકાલયમાં આશ્રમના આઠથી દસ જેવા સ્વયંસેવક બહેનોએ શિબિરમાં સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્ર પર નાટક રજૂ કરીને ઉદાહરણો સાથે જ્ઞાનલક્ષી વાર્તાઓ કરવામાં આવેલ તેમજ બાળકોને મૂલ્યલક્ષી શિક્ષણનું જ્ઞાન આપવામાં આવ્યું હતુ, આ શિબિરનો સમય સવારે 8 થી 11 દરમિયાન રાખવામાં આવ્યો હતો, તેમાં નિધિ સ્કૂલના ટ્રસ્ટીગણ તેમજ શિક્ષક ગણ પણ આ શિબિરમાં સાથે જોડાયા હતા.



