કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
Government secondary school sajadiyali
રિપોર્ટેડ બાય: Rathod ashokkumar chunilal, Gondalપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : Government secondary school sajadiyali, ta Gondal, dist Rajkot
શ્રી સરકારી માધ્યમિક શાળા સાજડીયાળી, તા ગોંડલ - રાજકોટ ખાતે , ત્રિદિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
તા. ૦૩/૧૨/૨૦૨૫ થી તા. ૦૫/૧૨/૨૦૨૫ દરમિયાન શ્રી સરકારી માધ્યમિક શાળા સાજડીયાળી તા ગોંડલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતુ. ક્રિકેટ રમતોનો રાજા કહેવાય છે. જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા કુમાર- કન્યાઓની મિશ્ર ટીમ એવી ૪ ટીમ અનુક્રમે કરતાલ -૧૧, અર્જુન -૧૧, એકલવ્ય -૧૧, ધ્યાનચંદ -૧૧ એમ ટીમ બનાવવામાં આવી. જેમની વચ્ચે ૧૦-૧૦ ઓવરની કુલ ૬ મેચનું આયોજન કરવામાં આવ્યું હતુ. અને સૌથી વધુ પોઇન્ટ પ્રાપ્ત કરેલી ટીમ કરતાલ -૧૧ અને એકલવ્ય -૧૧ વચ્ચે ફાઈનલ મેચ યોજાઇ હતી. જેમાં વિજેતા ટીમ એકલવ્ય ટીમ બનેલી હતી.
વિજેતા ટીમનું શાળા દ્વારા ટ્રોફી આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટના અંતે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને પાણીપુરીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય હેતુ જેન્ડર ફ્રિ રમત ગમત, વિદ્યાર્થીઓને રમત ગમતમાં રસ રૂચિ આવે તેમજ શા.શિ. વિષય અંતર્ગત અભ્યાસક્રમનો એક ભાગ. દરેક બાળકોના ક્રિકેટના શોખને પૂર્ણ કરવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં તમામ વિદ્યાર્થીઓએ તેમજ શાળાના શિક્ષકો અમ્પાયર તરીકે અશોકભાઈ રાઠોડ, વિભાબેન ભાણવડિયા અને આચાર્ય મમતાબેન ટુકડિયા, ક્લાર્ક સોનમબેન ભગત એ જહેમત ઊઠાવી હતી.





