મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

કલા ઉત્સવ 2025 ગીર સોમનાથ જીલ્લામાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યા

શાળા/કોલેજ : શ્રી પંચવટી સિમ પ્રાથમિક શાળા સુત્રાપાડા

તારીખ ૦૧/૧૨/૨૦૨૫ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કલા ઉત્સવ મહોત્સવમાં વિકસિત ગુજરાત ૨૦૪૭ વિષય અનુસંધાને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વાજા રુદ્ર સુરેશભાઈ જે શ્રી પંચવટી સિમ પ્રાથમિક શાળા ધોરણ છ માં અભ્યાસ કરે છે. જિલ્લા કક્ષાએ કલા ઉત્સવ મહોત્સવમાં ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે. આ તબ્બકે સાંસ્કૃતિક કાર્યક્રમોના વિષય તજગ્નો દ્વારા દરેક જુદી જુદી સ્પર્ધામાં આવેલ એક થી ત્રણ નંબરોના સ્પર્ધક ને ઇનામ આપી પ્રોત્સાહિત કરેલ તેમજ જોન કક્ષાએ પ્રથમ નંબર આવતા સ્પર્ધક ને મોટીવેશનલ કર્યા. અમારી શાળાના વિધાર્થી રુદ્રકુમારને શાળા તરફથી પણ ઈનામ આપવામાં આવ્યા છે. સૌ શિક્ષક સ્ટાફને આચાર્ય દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આર્ટ ટીચર છગનભાઈ વાણવીનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.