મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

NIDHI SCHOOL RAJKOT CELEBRATING "SHRI MAD BHAGWAD GITA JAYANTI"

શાળા/કોલેજ : NIDHI SCHOOL

નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા "શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી"ની ઉજવણી

_______________________

રાજકોટ શહેરમાં આવેલ નિધિ સ્કૂલ દ્વારા માગશર સુદ અગિયારસ ના દિવસે "શ્રીમદ ભાગવત ગીતા જયંતી" હોય તેની ઉજવણી આજ રોજ વિદ્યાર્થી બહેનો દ્વારા સમૂહમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન તેમજ ગીતાજીના શ્લોકોનું સમૂહ પઠન કરેલ હતું અને તેની ઉજવણી કરેલ હતી.

સૌપ્રથમ વિદ્યાર્થીની બહેનો દ્વારા શ્રીમદ ભગવદ ગીતાજી ને બાજોટ પર રાખી ત્યારબાદ તેને ચાંદલો ચોખા કરી ફુલ દ્વારા ઓમ કૃષ્ણાય વાસુદેવાય મંત્ર દ્વારા પૂજન કરેલ હતું અને ત્યારબાદ ગીતાજીના પ્રથમ (અર્જુનવિષદ યોગ), દ્વિતીય (સાંખ્ય યોગ) અને પંદરમો અધ્યાય (પુરુષોતમ યોગ) નું સમૂહ પઠન કરેલ હતું.

 નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા દ્વારા વિદ્યાર્થીને બહેનોને શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશે જણાવેલ કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના 18 અધ્યાય તેમજ 700 શ્લોકોનું સમજણ દ્વારા આ ભગવદ્ ગીતાનું નિર્માણ થયેલ હતું આ 18 અધ્યાય અને 700 શ્લોકમાં સંબંધો, મેનેજમેન્ટ, આવનારી પેઢીઓના ઉછેર અને જીવનના દરેક તબ્બકે આવતા - ઊભા થતાં પ્રશ્નોના ઉત્તર શ્રીમદ્ ભગવદ્ ગીતા માંથી મળી રહે છે.

ભગવદ્ ગીતા સંસારના બધા દુઃખોમાંથી છૂટવાનો સરળ ઉપાય છે, ગીતા ને વેદોથી પણ શ્રેષ્ઠ ગણવામાં આવેલ છે, કારણ કે વેદનો અભ્યાસ લાંબો અને અઘરો છે પરંતુ ભગવદ્ ગીતા ને દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે છે તેમાં ખાસ કરીને ભગવદ્ ગીતા ને સમજી અને વ્યક્તિ પોતે પણ મુક્તિ પામે છે અને બીજા લોકોને પણ મુક્તિ અપાવી શકે છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા,પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ તેમજ સ્કૂલના સમગ્ર શિક્ષક દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમનું સંચાલન સુધાબેન મહેતા દ્વારા કરવામાં આવેલ હતું.