કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
NIDHI SCHOOL CELEBRATE "CONSTITUTION DAY"
રિપોર્ટેડ બાય: YASHPALSINH CHUDASAMA, Rajkotપ્રકાશિત :
ફોટો 1 / 4
શાળા/કોલેજ : NIDHI SCHOOL
નિધિ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા "ભારતીય બંધારણ દિવસ"ની ઉજવણી
___________________________
રાજકોટ શહેરના વોર્ડ નંબર - 1માં આવેલ નિધિ સ્કૂલના ધોરણ છ થી આઠના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા 26મી નવેમ્બર એટલે કે "ભારતીય બંધારણ દિવસ"ની ઉજવણી કરવામાં આવેલ હતી.
સમગ્ર દેશમાં દર વર્ષે 26 નવેમ્બરને ભારતીય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બંધારણીય મૂલ્યોને વધુ પ્રોત્સાહન આપવા તેમજ બંધારણની જોગવાઈથી નાગરિકો માહિતગાર થાય તેવા ઉમદા હેતુ સાથે વર્ષ 2015માં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયે બંધારણ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો, રાષ્ટ્રીય બંધારણ દિવસને રાષ્ટ્રીય કાયદા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દેશની બંધારણ સભાએ તારીખ 26 નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો, તે સ્વીકાર્યાના બે મહિના પછી એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવેલ હતો જેના પરિણામે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે...
ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે, ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો, નાગરિકોની ફરજો, સરકારની ભૂમિકા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની સત્તાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડો. ભીમરાવ આંબેડકરને ભારતીય બંધારણના નિર્માતા કહેવામાં આવે છે, ભારતના પ્રથમ કાયદા મંત્રી ડો. આંબેડકર બંધારણ સમિતિના અધ્યક્ષ હતા, આ ઉપરાંત ગુજરાતના શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશી પણ આ સમિતિના સભ્ય હતા.
નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા દ્વારા આજરોજ બંધારણ દિવસ નિમિત્તે વિદ્યાર્થી ભાઈ બહેનોને ભારતના બંધારણ વિશે માહિતગાર કરાયા હતા, તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો વચ્ચે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન પણ કરવામાં આવેલ હતું, જેમાં વિદ્યાર્થીઓના 13 ગ્રુપોએ ભાગ લીધો હતો, અને બંધારણ વિશેના પ્રશ્નોત્તરીના જવાબ રજૂ કર્યા હતા. તેમજ વિજેતા ગ્રુપ અજમેરિયા ક્રિશા, ભટ્ટી એન્જલ, કામોથી હેમાંશી, આમરશેડા કાવ્યાને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ, હેમાલી મકવાણા, અંકિતા પીઠડીયા, દિશાંગી દવે, પ્રકાશબા ગોહિલ, અસ્મિતા ડાભી કાર્યરત રહ્યા હતા.




