કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
22મો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતું વિધુત બોર્ડ વિધાલય (અંગ્રેજી માધ્યમ)
રિપોર્ટેડ બાય: Kalpesh Parmar, Vadodaraપ્રકાશિત :
ફોટો 1 / 4
શાળા/કોલેજ : Vidyut Board Vidhyalaya English Medium
પ્રેસ નોટ *22મો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતું વિધુત બોર્ડ વિધાલય (અંગ્રેજી માધ્યમ).* આજરોજ (22.11.25) વડોદરા જીલ્લા શિક્ષણ અધિકારી, જીલ્લા શિક્ષણ & તાલીમ તથા તેજસ વિધાલય આયોજિત 22મો ગણિત-વિજ્ઞાન પ્રદર્શન મેળો યોજાઈ ગયો. તેમાં વિધુતબોર્ડની અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ ભાગ લીધો હતો..તેમાં શાળાની 11 ધોરણ ( વિજ્ઞાન પ્રવાહ)ની વિધાર્થીની માનસી કલ્પેશ પરમાર અને સબા શેખે *ગ્રીન એનર્જી*ના કન્સેપ્ટ હેઠળ રિન્યુએબલ એનર્જી જેમ કે વિન્ડ એનર્જી, સોલાર એનર્જી, હાઈડ્રો એનર્જી, જીઓ-થર્મલ એનર્જીના ફાયદા-ગેરફાયદા સમજાવતો પ્રોજેક્ટ કર્યો હતો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા વિમલ સોની, એલેક્ષ ક્રીસ્ટી, કનક ઠકકરનું માર્ગદર્શન તથા સહયોગ સાંપડ્યો હતો. પ્રિન્સિપાલ ભાગ્યેશ સરે વિધ્યાર્થીઓને મેળામાં મોકલવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.




