મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

આનંદાયી શનિવારની ઉજવણીના ભાગરૂપે સલાડ એક્ઝિબિશન

શાળા/કોલેજ : શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા, વિસલપુર અમદાવાદ

શ્રી તલકચંદ ઝબકબા પ્રાથમિક શાળા, વિસલપુર, અમદાવાદ ધોરણ એકથી પાંચમાં આનંદદાયી શનિવાર, બેગ લેસ ડેના ભાગરૂપે આજે શાળામાં સલાડ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં દરેક વિદ્યાર્થીઓ પોતાના મન પ્રસન્ન ફ્રુટ અને શાકભાજીને પ્લેટમાં સજાવીને સરસ આકાર આપીને લાવ્યા હતા. પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને ચાર્ટ પેપર દ્વારા રજૂઆત કરવામાં આવૂ હતી. આપણા રોજિંદા જીવનમાં શાકભાજીનું મહત્વ કેટલું છે અને શાકભાજી ખાવાથી આપણને શું વિટામિન્સ મળે તેની સમજણ આપવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.