મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

A-One Xavier’s School,Naroda *Commerce Stream* દ્વારા “ *Smart Commerce Expo 2025”* નું સફળ આયોજન

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, NARODA

A-One Xavier’s School,Naroda Commerce Stream દ્વારા “Smart Commerce Expo 2025”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં Std. 11 Commerceના વિદ્યાર્થીઓએ વિવિધ વાણિજ્ય સંબંધિત પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરીને પોતાની સર્જનાત્મકતા અને પ્રાયોગિક જ્ઞાનનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું.

આ પ્રદર્શન દરમ્યાન વિદ્યાર્થીઓએ AD GLAD ( Advertisement Presentation), Bank Visit & Post Office Activity, તથા IPO Analysis – 2025 જેવા વિષયો પર માહિતીસભર સ્ટોલ્સ તૈયાર કર્યા હતા. દરેક સ્ટોલે વાણિજ્યની વ્યવહારિક સમજ, બજાર પ્રક્રિયા અને નાણાકીય સજાગતાના અનેક પાસાઓને સરળ ભાષામાં રજૂ કરીને મુલાકાતીઓને આકર્ષ્યા હતા.

શાળાના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ, શિક્ષકો તથા હાજર રહેલા વાલીઓએ વિદ્યાર્થીઓના અભિનવ પ્રયાસો, આત્મવિશ્વાસ અને પ્રેક્ટિકલ કુશળતાની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રજૂઆત કરી અને દરેક પ્રોજેક્ટને પ્રોફેશનલ રીતે સમજાવ્યો હતો. A-One Xavier’s School, Commerce Stream દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રકારના પ્રાયોગિક કાર્યક્રમો દ્વારા વાસ્તવિક જગતની સમજણ અપાવવાનો સતત પ્રયાસ કરવામાં આવતો રહે છે. પ્રદર્શનને મળેલા ઊંડા પ્રતિસાદને ધ્યાને રાખીને શાળાએ આગામી સમયમાં પણ આવા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.