મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

નશા મુકત અભિયાન

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, NARODA

A-One Xavier’s School, Naroda – Ahmedabad જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ શહેરના માર્ગદર્શન અનુસાર, “નશા મુકત અભિયાન”ની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે રૂપરેખાંકિત રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત આજે A-One Xavier’s School, Naroda ખાતે સામૂહિક શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો.

વિદ્યાર્થીઓમાં નશાના દૂષણો વિશે જાગૃતિ ફેલાવાના હેતુથી, સવારે તમામ વર્ગોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા સ્ટાફે એકસાથે નશા મુક્તિનો શપથ લીધો. કાર્યક્રમ દરમિયાન નશાના કારણે સર્જાતા શારીરિક, માનસિક અને સામાજિક પ્રભાવ અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. શપથ ગ્રહણ બાદ સમગ્ર પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સ સરકારને ઓનલાઈન મોકલવા અંગે જરૂરી કાર્યવાહી પણ શાળાના શિક્ષણ સ્ટાફ દ્વારા પૂર્ણ કરવામાં આવી.

A-One Xavier’s School, Naroda દ્વારા સમાજમાં નશામુક્તિના સંદેશને વધુ મજબૂત બનાવવા આવા જાગૃતિ કાર્યક્રમો ભવિષ્યમાં પણ સતત આયોજિત કરવામાં આવશે.