મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

માલિયાસણ ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ

શાળા/કોલેજ : સરકારી પ્રાથમિક શાળા

વિકસિત ગુજરાત @2047 થીમ આધારિત માલિયાસણ ક્લસ્ટર કક્ષાની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ચિત્ર સ્પર્ધા, બાળકવી સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા આયોજન તરઘડિયા પ્રાથમિક શાળા ખાતે થયું હતુ. " આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને, કે થઇ ગયો છે સુરજ છુટ્ટો પગાર લઇને. - અનિલ ચાવડાની આ પંક્તિ.બરોબર બંધ બેસે છે બાળકોમાં રહેલા હુન્નરને ઉજાગર કરવાનો અવસર ફરી એકવાર વરદાન રૂપે મળ્યો.

કદાચ આ મારું અહોભાગ્ય કહેવાય કે બાળકો ને પ્લેટફોર્મ આપવામાં હું નિમિત્ત બનું છું. આવું જ ફરી એકવાર માલિયાસણ ક્લસ્ટર ના બાળકોની કલા ને બિરદાવવાનો લ્હાવો મળ્યો. માલિયાસણ ક્લસ્ટર ની દસ શાળાના ચાલીસ જેટલાં બાળકો માટે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવનું આયોજન રાજકોટની ધોરી નસ કહેવાય એવા તરઘડિયા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું શાળાની સ્વછતા, સુઘડતા, સુવાસ અત્યંત મન મોહક છે. પ્રકૃતિના ખોળે લીલી છમ વૃક્ષઓના ઘેરા છાયામાં અનેરો ઉત્સવ ઉજવવામાં આવ્યો.

સરકાર શ્રીના વિવિધ પરિપ્રેશ્યોના પરિપત્ર દ્વારા બાળકો માટે સતત ચિંતિત સરકાર બાળકમાં રહેલ શુષુપ્ત શક્તિને બિરદાવવા માટે અલગ અલગ સ્પર્ધા યોજીને હુન્નરને બહાર લાવતી હોય છે. આજે આ કલા ઉત્સવમાં ચાર સ્પર્ધા ચિત્ર, બાળ કવિ, ગાયન, વાદાન.માં કુલ મળીને ચાલીસ જેટલાં બાળકોએ ખુબ જ હોશ અને જોશ સાથે ભાગ લીધો અને વિવિધ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય, તૃતીય સ્થાન મેળવનારને led પેડ, વૉટર બોટલ, ડોમેન કીટ અને રોકડ પુરસ્કાર રૂપે અનુક્રમે રૂપિયા 300,200,100 આપેલ અને બાકીના તમામ બાળકો માટે પેડ આપ્યા હતા. યજમાન શાળાને સન્માન પુષ્પ આપી. હર્ષની લાગણી અનુભવી. સમગ્ર કાર્યક્રમની આચ્છાદિત ઝલક આ સાથે સામેલ છે.