કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
સરદાર વલ્લભભાઈ પટેલના 150મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ
રિપોર્ટેડ બાય: manisha shukla, વિસલપુર અમદાવાદપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : શ્રી તલપચંદ ઝબકબા વિસલપુર. સાર્વજનિક હાઇસ્કુલ
*શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઇસ્કુલ:* *સરદાર પટેલ ની 150મી જન્મ જયંતી* પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સરદાર પટેલના જીવન અને સ્વદેશી વસ્તુઓ વિશે ની લોકજાગૃતિ માટે વિવિધ શાળાઓમાં કાર્યક્રમ યોજવામાં આવે છે, જેને અંતર્ગત આજરોજ વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઇસ્કુલ માં ગુજરાત વિદ્યાપીઠ ના અધ્યાપક - વિધિ મહેતા અને સાત સ્નાતકો દ્વારા શાળાની મુલાકાત લઈને સરદાર પટેલ ના જીવન, તેમના કાર્યો, સ્વદેશી બાબતો અને સ્વાવલંબન અને ગુજરાત વિદ્યાપીઠ વિશે વિદ્યાર્થીઓને સરસ રજૂઆત કરવામાં આવી. શાળા પરિવાર વતી શ્રી ગીતાબેન કે. પટેલ દ્વારા અધ્યાપક શ્રી વિધિ મહેતાનું સૂતર ની આંટી દ્વારા સન્માન કરવામાં આવ્યું .શાળાના શિક્ષિકા શ્રી ગીતાબેન આર. પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી.





