મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

અમદાવાદના 15 આદર્શ આચાર્યનું સન્માન કરવામાં આવ્યું

શાળા/કોલેજ : શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર. સાર્વજનિક હાઇસ્કુલ વિસલપુર અમદાવાદ

*શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલ,વિસલપુર:*💐💐💐💐💐💐💐💐💐💐 કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર -ગુજરાત રાજ્યના આર્થિક સહયોગથી જિલ્લા શિક્ષણધિકારી કચેરી અમદાવાદ શહેર અને અમદાવાદ ગ્રામ્ય સંયુક્ત રીતે આયોજિત *મેઘોત્સવ કાર્યક્રમમાં* તારીખ 9 /10/ 2025, ગુરુવારના રોજ 15 આદર્શ આચાર્યશ્રીઓનું સન્માન સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ ખાતે યોજવામાં આવ્યું. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ગ્રામ્ય માંથી પાંચ આચાર્યની પસંદગી કરવામાં આવી હતી જેમાં આપણી શાળા શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઇસ્કુલ ના આચાર્ય શ્રી દિલીપસિંહ ચૌહાણ ની પણ પસંદગી કરવામાં આવી હતી. આ સન્માન સમગ્ર શાળા માટે ગૌરવની પળ છે. મેઘોત્સવ કાર્યક્રમ સાથે પ્રશમ એન્ટરટેનમેન્ટ દ્વારા કર્ણપ્રિય ગુજરાતી તેમજ હિન્દી ગીતોની મનોરંજક રજૂઆત કરવામાં આવી હતી.