મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ગણિત વિજ્ઞાન મેળા સંબંધિત મોડેલ નિર્માણ

શાળા/કોલેજ : મુલેસરા પ્રાથમિક શાળા

અમારી મુલેસરા પ્રાથમિક શાળા, તા. નડીઆદ, જિ. ખેડા માં CRC સોડપુર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં અમારી શાળાના ધોરણ 6 થી 8 ના બાળકો તથા શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક અલ્પેશકુમાર કનુભાઈ દવેના માર્ગદર્શન હેઠળ હાઈવે વિન્ડ એનર્જી મોડલ બનાવ્યું હતું.જેને CRC કક્ષાએ રજૂ કરવામાં આવ્યું હતું. જે હવે તાલુકો કક્ષાએ રજૂ કરવામાં આવશે. તમામ બાળકો તથા શિક્ષકશ્રીને અભિનંદન.