GSTV

હવે શિમલાને ‘શ્યામલા’ કરવાની પ્રબળ માંગ, ભાજપ સમર્થનમાં, જાણો કોંગ્રેસે શું કહ્યું

Last Updated on October 21, 2018 by

દેશમાં શહેરોનું નામ બદલવાની કવાયત હેઠળ હવે નવુ નિશાન પહાડોની રાણી શિમલા છે. હિમાચલ પ્રદેશમાં શિમલાનું નામ બદલીને ‘શ્યામલા’ કરવાને લઈને પદ્ધતિસર અભિયાનનો શુભારંભ થયો છે. તો બીજીતરફ સત્તારૂઢ ભાજપે આ વાતનું સમર્થન કર્યુ છે, તો કોંગ્રેસે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. અહીં જણાવવાનું કે, તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ઈલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યુ છે.

શિમલાનું નામ બદલવાના અભિયાનનું સમર્થન કરનાર ભાજપના નેતા અને રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન વિપિન સિંહ પરમારે કહ્યુ, દેશના અલગ ક્ષેત્રોના પૌરાણિક આધારે નામ હતાં, તે નામોને ફરીથી રાખવામાં કોઈ બુરાઈ નથી.

શિમલાનું નામ શ્યામલા કરવાને લઈને ચર્ચિત ચર્ચા અંગે તેમણે કહ્યું કે, આ અંગે જો લોકોના મંતવ્યો બને છે તો તેના વિશે ચર્ચા કરવામાં કોઈ ખરાબી નથી. અહીં જણાવવાનું કે સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાંક દિવસોથી શિમલાનુ નામમાં ફેરફાર અંગે અલગ-અલગ પક્ષ સામે આવી રહ્યાં છે. તો કેટલાંક લોકો આ પક્ષમાં છે તો કેટલાંક લોકો વિરોધ કરી રહ્યાં છે.

‘નામ ના બદલો, વિકાસ પર ધ્યાન આપો’

તો હિમાચલ પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરભજન સિંહે શિમલાનું નામ બદલવાની કવાયત પર સવાલ કરતાં પૂછ્યુ, ‘તેની પાછળનો શું તર્ક છે?’ તેમણે કહ્યું કે શિમલાનું નામ કોઈ પણ રીતે બદલાવુ જોઈએ નહીં. આ એક ઐતિહાસિક શહેર છે અને આવુ નામ બદલવાથી તો ઐતિહાસિક વસ્તુઓ સમાપ્ત થઈ જાય. ભજ્જીએ કહ્યું, ‘શિમલા નામમાં શું ખરાબી છે?  નામ બદલવાથી શું વિકાસ થઈ જશે? નામ બદલવાની કવાયત છોડીને સરકાર વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરે.’ તો વિશ્વ હિન્દૂ પરિષદના પદાધિકારી અમન પુરી કહે છે, શ્યામલાને શિમલા કરવામાં આવ્યું, કારણકે અંગ્રેજો શ્યામલા બોલી શકતા નહોતા. તેમણે આ શહેરનું નામ ‘સિમલા’ કરી નાખ્યું, જે બાદમાં શિમલા થઈ ગયું.

અંગ્રેજોએ 1864માં વસાવ્યું હતું આ શહેરને

અહીં જણાવવાનું કે અંગ્રેજોએ 1864માં આ શહેરને વસાવ્યુ હતું. અગ્રેજોના શાસનકાળમાં  શિમલા બ્રિટિશ સામ્રાજ્યની ગ્રીષ્મકાલીન રાજધાની હતી. 1947માં આઝાદી મળી ત્યાં સુધી શિમલાની આ સ્થિતિ રહીં. શિમલાને વસાવવામાં સી. પ્રેટ કૈનેડીની મહત્વની ભૂમિકા રહી. અંગ્રેજોએ કૈનેડીની પહાડી સામ્રાજ્યના પૉલિટિકલ અધિકારી તરીકે નિમણુંક કરી હતી. સન 1822માં તેમણે અહીં પહેલુ ઘર બનાવ્યું, જેને ‘કૈનેડી હાઉસ’ના નામથી ઓળખવામાં આવે છે.

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!