GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

બાંદ્રા: અફવા ફેલાવી મજૂરોના ટોળા એકઠા કરનારાની શોધ, 1000 લોકો પર થઈ FIR

મુંબઈના બાંદ્રા રેલ્વે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ એકઠી થવાના મામલે પોલીસ હાલ વિનય દુબે નામના શખ્સની શોધ કરી રહી છે. વિનય દુબેએ ચલો ઘર કી ઔર કેમ્પેઈન ચલાવી રહ્યો હતો. પોતાના ફેસબુક એકાઉન્ટમાં કરેલી પોસ્ટમાં તેણે ટીમને બાંદ્રામાં હોવાની વાત કહી હતી. આ મામલે પોલીસે 1000 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

લોકોને દેરમાર્ગે દોરવાનો આરોપ

દેશમાં જ્યારે સમગ્ર પણે લોકડાઉનની સ્થિતી છે, ત્યારે આવા સમયે લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપસર ફરિયાદ દાખલ થઈ છે. મુંબઈ પોલીસે તેની શોધખોળ આદરી છે. તેના વિરુદ્ધ કલમ 188 અને મહામારીના કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એક અફવાએ લોકોના ટોળા એકઠા કર્યા

આપને જણાવી દઈએ કે, મંગળવારના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત રેલ્વે સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. આ તમામ મજૂરો પોત-પોતાના ઘરે જવા માટે એકઠા થયા હતા. મજૂરોને આ અફવા બાદ આશા જાગી હતી કે, લોકડાઉન હટી ગયું છે, પોલીસને આ લોકોને હટાવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જો કે, હવે આ લોકોને ત્યાંથી હટાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબવવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

સરકારી આંકડા સાચા કે સુરતમાં સ્મશાનમાં રાખ થયેલા કે દફન થયેલા મૃતદેહ

Mansi Patel

પીએમ મોદી જવાનોને કયાં મળ્યા? : કારણ કે એ હોસ્પિટલ તો નહોતી, વિવાદ એટલો વધ્યો કે રક્ષા મંત્રાલયે કર્યો આ ખુલાસો

Harshad Patel

કેટલીકવાર અભિનય ભાવનાત્મક રીતે થકવી દેતો હોય છે: નિત્યા મેનન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!