સાબરકાંઠાના રસ્તાઓ હાલ અંબાજી જતા પદયાત્રીઓના જયજયકારથી જાણે ગુંજી ઉઠ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જે વિવિધ પ્રકારના કેમ્પનું આયોજન કરીને ભક્તોની સેવા કરે છે. ત્યારે અહીં એક કેમ્પ એવો પણ બન્યો છે જે હોટલની જેમ જમવાનું આપે છે. તો શ્રદ્ધાળુઓનો થાક દૂર કરવા મસાજની પણ સુવિધા પૂરી પાડે છે.

અંબાજી જતા પદયાત્રીઓને ઘસારો હાલ હિંમતનગર ખેડબ્રમ્હા હાઈવે પર વધુ જોવા મળી રહ્યો છે. જેથી આ પથ પર વિવિધ સેવાકીય કેમ્પ જોવા મળે છે. આ બધા કેમ્પમાં વકતાપુર હનુમાનજી મંદિર પાસે એક કેમ્પ એવો છે જે છેલ્લા 15 વર્ષ કરતા વધુ સમયથી યોજાય છે. દરરોજ અલગ અલગ પ્રકારની વાનગીઓ તૈયાર કરીને પદયાત્રીઓને પ્રેમથી જમાડે છે. તો આ કેમ્પના સેવાભાવી લોકો માટે વીમો પણ ઉતરાવામાં આવ્યો છે.

અહીં દરરોજ ભોજનનું અલગ અલગ મેનુ હોય છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન અહીં આશરે 3 લાખથી પણ વધુ ભક્તો ભોજનનો લાભ લેતા હોય છે. અહીં શ્રદ્ધાળુઓને પાઉંભાજી, લાઈવ ઢોકળા, દાબેલી, દુધપાક, બરફી, ટોપરાપાક, શ્રીખંડ દાળ-ભાત પુરી-રોટી કઠોળ, મીક્સ શાક બનાવીને પદયાત્રીઓને પીરસવામાં આવે છે. અહીંથી કોઈપણ ભક્તને ભુખ્યાપેટે જવા પણ દેવામાં આવતા નથી. તો આ ઉપરાંત અહીં શ્રદ્ધાળુઓનો થાક ઉતારવા માલીસ તેમજ દવાઓ, આરામ કરવાની સગવડ ઉપલબ્ધ કરવવામાં આવે છે.
- ખેડૂત આંદોલન/ લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ પાસે ખેડૂતો અને પોલિસ વચ્ચે થયું ઘર્ષણ, ખેડૂતો પર લાઠીચાર્જ અને ટિયરેગસના છેલ છોડાયા
- ખાસ વાંચો/દીકરા-દીકરીના લગ્નમાં થઈ રહ્યો છે વિલંબ, તો અજમાવો આ ટોટકા, થશો સફળ
- Recruitment: ગુજરાતીઓ માટે સરકારી નોકરી કરવાની સારી તક, વાંચો ક્યાં અને કેવી રીતે કરશો અરજી
- વજન ઘટાડવા નીતા અંબાણી કરે છે રોજ આ બે કામ, તમે પણ ટ્રાય કરી જુઓ માખણની જેમ ઓગળશે ચરબી
- શું તમારી પાસે છે આ હેલ્થ પોલિસી, તો તમને મળી શકે છે ફ્રી કોવિડ વેક્સિન