GSTV
Home » News » આ પોપ્યુલર એપ જો ફોનમાં હોય તો જલદી કરો ડિલીટ, સાંભળી રહી છે તમારી પ્રાઈવેટ વાતો

આ પોપ્યુલર એપ જો ફોનમાં હોય તો જલદી કરો ડિલીટ, સાંભળી રહી છે તમારી પ્રાઈવેટ વાતો

ગૂગલ પ્લેમાં ફેક એપને લઈ કેટલાક કિસ્સા સામે આવી રહ્યા છે. હવે આ પ્લેટફોર્મ પરથી બે એપ્સને દૂર કરવાની વાત સામે આવી છે. ગૂગલે પ્લે સ્ટોરમાંથી બે ફોટો એપ્સને દૂર કરી દીધી છે. Sun Pro Beauty અને Funny Sweet Beauty Selfie Camera નામની એપ્સમાં એડવેયર સ્પોટ કરી છે.

જાણકારી મુજબ આ બંને એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ઘણી પોપ્યુલર છે અને આ એપ્સને 15 લાખથી પણ વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. ગૂગલનું કહેવું છે કે આ બંને એપ્સ પોપ-અપ એડ પાસેથી પૈસા કમાઈ રહી છે. આ એપના બેકગ્રાઉન્ડમાં એડ ચાલતી રહેતી હતી તેના કારણે યુઝરને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.

સાથે ફોનની બેટરી પણ પૂરી થતી હતી. ગૂગલે દરેક યુઝર્સને પોતાના ફોનમાં આ બે એપ્સ ડિલીટ કરવાનું કહ્યું છે. દાવો કરવામાં આવ્યો છે કે અનવાંટેડ એડ ઉપરાંત પણ ઘણા મેલિસિયસ કોડ પણ સામેલ છે. એટલું જ નહીં બંને એપ્સ ઓડિયો રેકોર્ડિંગની સાથે બીજી પણ કેટલીક પરમિશન માગતી હતી. પોપુલર એપ Camscanner તાજેતરમાં ખતરનાક મેલવેયર જોવા મળ્યો છે. જેના પછી તેને પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે. પરંતુ હવે ફરી પાછું એન્ડ્રોયડ યુઝર્સ તેને મફતમાં ડાઉનલોડ કરી શકે છે. Camscannerના ડેવલપર્સે ટ્વિટર પર આ એપની ફરી આવવાની જાણકારી આપી છે. ડેવલપર્સે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે એપના લેટેસ્ટ વર્ઝનમાં એડવર્ટાઈઝિંગ એસડીકેને દૂર કરવામાં આવી હતી. Camscannerનું વર્ઝન 5.12.5 ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે, જેનાથી યુઝર્સ આ એપને અપગ્રેડ કરી શકે.

Read Also

Related posts

આ રીતે એક્ટિવેટ કરો Whatsappનું ફિંગર પ્રિન્ટ લૉક ફિચર, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Bansari

આ કંપનીનો સ્માર્ટફોન ખરીદો અને અનલિમિટેડ ફ્રી કોલિંગનો ઉઠાવો લાભ

Dharika Jansari

85 કરોડ ડોલર હતા સામે પણ આ વ્યક્તિએ ફેસબુકની શરતો ન સ્વીકારી, ફોનમાંથી એપ ડિલીટ કરવાની આપી સલાહ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!