અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ સીરીઝના બીજા ભાગ ‘પુષ્પા ધી રુલ’માં બોલીવૂડના એક મોટા સ્ટારનો કેમિયો હોવાની વાત બહાર આવી છે. આ એકટર કોણ છે તેની વિગતો હજુ જાહેર કરાઈ નથી. પરંતુ તે અજય દેવગણ અથવા તો ખાન ત્રિપુટી કે અન્ય કોઈ એ લિસ્ટેડ સ્ટાર હોવાનું મનાય છે. ફિલ્મમાં આવા અનેક ફેરફારોને લીધે તેનું બજેટ ડબલ થઈ ગયું છે.

જેમ તેલુગુ ફિલ્મ ‘ગોડફાધર’માં ચિરંજીવી સાથે સલમાને કેમિયો કર્યો હતો તેમ ‘પુષ્પા ધી રુલ’માં પણ એક મોટા સ્ટારનો કેમિયો છે. પહેલા એવી અફવા ચગી હતી કે, આ ફિલ્મમાં બોલીવૂડનો એકટર અર્જુન કપૂર વિલન તરીકે જોવા મળવાનો છે. પરંતુ આ વાત પાયાવિહોણી છે. આ ફિલ્મમાં ફહાદ ફૈઝલ વિલનના રોલમાં પહેલેથી જ ફાઈનલ છે. અલ્લુ અર્જુને શાહરુખ ખાનની ‘જવાન’માં કેમિયો કરવાની ના પાડી દીધી હતી પરંતુ તેની ફિલ્મમાં કેમિયો માટે બોલીવૂડના કલાકારો તૈયાર થઈ ગયા છે.
READ ALSO
- દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી
- કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું
- મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત
- 5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં