GSTV
India News

કેમ્બ્રિજ એનાલિટીકા: ભારતના 600 જિલ્લા અને સાત લાખ ગામોનો ડેટા લીક

કેમ્બ્રિજ એનાલિટીકા ડેટા લીક મામલે ભારતમાં ઉઠેલા રાજકીય તોફાનની વચ્ચે વ્હીસલ બ્લોઅર ક્રિસ્ટોફર વાઇલીએ એજન્સી દ્વારા ભારતમાં કરેલા ચૂંટણી કાર્યોની વિગતો સાર્વજનીક કરી છે. વાઇલીએ ટ્વિટ કરીને જે જાણકારી જણાવી તેનાથી સ્પષ્ટ છે કે કે એસસીએલ ઇન્ડિયાએ ભારતમાં મોટા પ્રમાણમાં જાતિ ગણના સહિત ચૂંટણી વિશ્લેષણનું કામ કર્યું છે.. આ કામ તેને દેશના કોઇ મોટા રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવ્યું હતુ. ટ્વિટમાં 2010માં બિહાર ચૂંટણીમાં જેડીયુ દ્વારા આ કંપનીના ઉપયોગની વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે.

વાઇલીએ મંગળવાર બ્રિટીશ સંસદમાં આપેલા નિવેદનમાં  કહ્યું હતુ કે એનાલિટીકાની ભારતમાં ઓફિસર હતી. અને તેણે અહીં ઘણુ કામ કર્યુ હતુ.કેમ્બ્રિજ એનાલિટીકા એક સરકારી અને સૈન્ય ઠેકેદાર એસસીએલ ગ્રુપનો ભાગ છે.ગ્રુપની પાસે ભારતના 600 જિલ્લા અને સાત લાખ ગામોનો ડેટા છે.. જે સતત અપડેટ થતો રહે છે. વાઇલીએ જે વિગતો આપી છે તેમાં જણાવાયું છે કે આ માઇક્રો લેવલ સૂચના દ્વારા જાતિગત ડેટાથી લઇને ઘરે ઘરની વિગતો છે.

Related posts

1 ડિસેમ્બરથી G20ની અધ્યક્ષતા સંભળાશે ભારત, દેશના 100 સ્મારકો રોશનીથી ઝળહળી ઉઠશે

Hardik Hingu

પંજાબના ફિરોઝપુરમાં 666 હથિયારોના લાઈસન્સ રદ કરવાની ભલામણ કરવામાં આવી

Siddhi Sheth

જે ઉંમરે બાળકો રમે છે, મારું બાળક ઈન્જેક્શન ગણતું હતું, કેન્સરના દર્દીની હાલત સાંભળીને અમિતાભ થઈ ગયા ભાવુક

Kaushal Pancholi
GSTV