GSTV
Home » News » ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

ગુસ્સામાં ગર્લફ્રેન્ડને કહી દીધી કોલગર્લ, હવે 15 વર્ષે કોર્ટે આપ્યો આ ચૂકાદો

ગુસ્સામાં પોતાની ગર્લફ્રેન્ડને કોલ ગર્લ કહેતાં યુવતીએ આપઘાત કર્યો હતો એવા એક કેસમાં પંદર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે એ યુવકને નિર્દોષ જાહેર કરતાં કહ્યું હતું કે કોલ ગર્લ કહેવાથી સંબધિત યુવતી આપઘાત કરવા પ્રેરાઇ એવું માની શકાય નહીં.પંદર વર્ષ પહેલાં બનેલી એક ઘટનામાં મરનાર યુવતીનાં માતાપિતાએ યુવતીના બૉયફ્રેન્ડ પર ગર્લ ફ્રેન્ડને આપઘાત કરવા માટે ઉશ્કેરી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.જસ્ટિસ ઇંદુ મલ્હોત્રા અને જસ્ટિસ આર સુભાષ રેડ્ડીની બેન્ચે આ કેસમાં સંબંધિત યુવકને નિર્દોષ જાહેર કર્યો હતો. 

અગાઉ પણ એક કિસ્સામાં જા ને મરી જાને કહેનારા પતિને સુપ્રીમ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો. કોર્ટે કહ્યું કે ગુસ્સામાં માણસ કંઇ બોલે ત્યારે એને સંબંધિત શબ્દોના પરિણામ વિશે ભાન હોતું નથી. એટલે કે ઇરાદાપૂર્વક આવા ઉચ્ચારો કર્યા હોતા નથી. એટલે એને તમે ‘આપઘાત કરવાની ઉશ્કેરણી સમાન’ કહી શકો નહીં.

તસવીરો પ્રતિકાત્મક છે

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા કેસમાં ઇન્ડિયન પીનલ કૉડ (ભારતીય ફોજદારી ધારા)ની 306/34 કલમ લાગુ પાડી શકાય નહીં. સંબંધિત કેસ 2004નો હતો. કોલકાતાની એક યુવતી સંબંધિત યુવાન પાસે અંગ્રેજી ભાષાનું ટ્યુશન લેતી હતી. ધીમે ધીમે બંને વચ્ચે આકર્ષણ જાગ્યું અને બંને પ્રેમમાં પડ્યાં. પરંતુ યુવકના માતાપિતા આ લગ્નથી રાજી નહોતાં એટલે યુવતી જ્યારે એમને મળવા ગઇ તો એ લોકોએ ગુસ્સામાં ઘણું ખરુંખોટું સંભળાવ્યું. 

તસવીરો પ્રતિકાત્મક છે

એ પ્રસંગે ગુસ્સામાં યુવતીને કોલગર્લ સમાન ગણાવતાં એ યુવતીએ આપઘાત કર્યો હતો અને આપઘાતની ચિઠ્ઠીમાં યુવકને તથા એનાં માતાપિતાને જવાબદાર ગણાવતાં લખ્યું હતું કે મને કોલ ગર્લ કહ્યું એટલે મને ખૂબ આઘાત લાગ્યો અને હું આપઘાત કરી રહી છું.

તસવીરો પ્રતિકાત્મક છે

સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે આ કિસ્સામાં સંબંધિત યુવતીને ફોસલાવી, પટાવી, ઉશ્કેરી એવું કશું લાગતું નથી. ગુસ્સામાં માણસ બોલે ત્યારે એનાં પરિણામો વિશે અગાઉથી કદી વિચારતો નથી. એટલે યુવક કે તેનાં માતાપિતાને યુવતીના આપઘાત માટે જવાબદાર ગણાવી શકાય નહીં.

READ ALSO

Related posts

જો બીસીસીઆઇ બંધારણમાં ફેરફાર કરશે તો તે સુપ્રીમ કોર્ટની મજાક ઉડાવવા જેવું ગણાશે

Bansari

NCP, શિવસેના અને કોંગ્રેસ સરકાર ન બનાવે આ માટે ભાજપે રચ્યો હતો આ માસ્ટરપ્લાન

Mayur

23 વર્ષની પત્ની સાથે પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરતો હતો, આખરે પત્નીએ કર્યું એવું કામ કે….

Bansari
Do NOT follow this link or you will be banned from the site!