GSTV
Home » News » ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ

ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ

ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)એ સંકેત આપ્યા છે કે તે કૉલ અને ડેટા માટે મિનિમમ ટેરિફ નક્કી કરવાની ઇન્ડસ્ટ્રીની માગ પર વિચાર કરી શકે છે. તેમાં ટેલિકોમ સેક્ટરની સસ્ટેનબિલીટી સુનિશ્વિત થઇ શકશે. ટેલિકોમ રેગ્યુલેટર પહેલાં મિનિમમ ટેરિફ કે ચાર્જીસ મર્યાદા નક્કી કરવા માટે હસ્તક્ષેપ કરવાથી ઇનકાર કરતું આવ્યું છે. ટ્રાઇ જો મિનમમ ટેરિફ નક્કી કરે તો તેનો અર્થ એ થશે કે હવે કોઇ ટેલિકોમ કંપની સંપૂર્ણ રીતે ફ્રી કૉલ-ડેટા નહી આપી શકે, જે રીતે જિયોએ શરૂઆતના સમયમાં કર્યુ હતું.

ટ્રાઇના વલણમાં આ બદલાવ ભારતી એરટેલના પ્રમુખ સુનીલ મિત્તલ દ્વારા બુધવારે ટેલિકોમ સેક્રેટરી સાથે મુલાકાત બાદ આવ્યો છે. મિત્તલે ટેલિકોમ સેક્રેટરી સમક્ષ ડેટા માટે મિનિમમ લિમિટ કે ડેટા રેટ નક્કી કરવાની માગ કરી છે. ટ્રાઇના ચેરમેન આરએસ શર્માએ એક કાર્યક્રમમાં કહ્યું કે ટેલિકોમ ચાર્જ ગત 16 વર્ષથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નિયંત્રણમાં રહ્યાં છે અને તે સારી રીતે કામ કરતાં રહ્યં છે. હવે રેગ્યુલેટર ઇન્ડસ્ટ્રીની મિનિમમ ટેરિફ નક્કી કરવાની માગ પર વિચાર કરી રહ્યું છે.

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો દ્વારા ફ્રી વૉઇસ કૉલ અને સસ્તા ડેટાની રજૂઆતથી ટેલિકોમ સેક્ટરમાં અફરાતફરી સર્જાઇ હતી. તે બાદ અન્ય કંપનીઓએ પણ ટેરિફના દરો ઘટાડવા પડ્યાં હતા. શર્માએ કહ્યું કે, ટેલિકોમ કંપનીઓએ તાજેતરમાં જ એક સાથે લખ્યું કે અમે તેનું રેગ્યુલેશન કરીએ. આવું પહેલીવાર બન્યું છે. ભૂતકાળમાં 2012માં મને યાદ છે કે તેમણે ટેરિફના રેગ્યુલેશનના ટ્રાઇના પ્રયાસનો સખત વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે ટેરિફ દરો તેમના માટે છોડી દેવા જોઇએ.

તેમણે કહ્યું કે નિયામક ત્રણ સિદ્ધાંતો યુઝર સિક્યોરિટી, નિષ્પક્ષ પ્રતિસ્પર્ધા અને ઉદ્યોગની વૃદ્ધિ પર કામ કરે છે. શર્માએ કહ્યું કે ટ્રાઇએ ભૂતકાળમાં દૂરસંચાર કંપનીઓને દરો નક્કી કરવાની મંજૂરી આપી છે અને ઓપરેટરો દ્વારા હસ્તક્ષેપ માટે કહેવામાં આવ્યા બાદ જ હસ્તક્ષેપ કર્યો છે. શર્માએ જણાવ્યું કે ટેલિકોમ કંપનીઓ 2017માં રેગ્યુલેટરને લઘુત્તમ મૂલ્ય નક્કી કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ તે સમયે તે તારણ નીકળ્યું હતું કે આ એક ખરાબ વિચાર છે.

સુપ્રીમ કોર્ટના 24 ઓક્ટોબરના નિર્ણયમાં ટેલિકોમ કંપનીઓના અજસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ બાકીની ગણતરીમાં નૉન ટેલિકોમ રેવન્યૂને પણ સામેલ કરવાના સરકારના પગલાને યોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ આ પ્રસ્તાવ ફરી આવ્યો છે. આ નિર્ણય બાદ ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને અન્ય ટેલિકોમ કંપનીઓએ ગત બાકીના 1.47 લાખ કરોડ રૂપિયા ચુકવવાના છે.

મિત્તલે ટેલિકોમ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે મિનિમમ ટેરિફ નક્કી કરવો મહત્વપૂર્ણ છે. મિત્તલનું કહેવું છે કે ટેરિફને વધારવા અને ઉદ્યોગને ફિઝિબલ બનાવવાની જરૂર છે. શર્માએ કહ્યું કે, 2017માં પણ ટેલિકોમ કંપનીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. તે સમયે તમામ ટેલિકોમ કંપનીઓ તે નિષ્કર્ષ પર પહોંચી હતી કે આ એક ખરાબ વિચાર છે અને તેમાં નિયામકીય હસ્તક્ષેપની જરૂર નથી.

Read Also

Related posts

દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિના સલાહકાર છે ટ્રમ્પ સાહેબની દિકરી ઈવાંકા

Pravin Makwana

અમદાવાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva

નેતા વિપક્ષ ધાનાણીએ એક બાદ એક ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરી આ માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!