GSTV

આદિવાસીઓની પરંપરા ઘેરિયા નૃત્યને જીવંત રાખવા આયોજીત થાય છે ઘેરિયા સ્પર્ધા

Last Updated on June 28, 2019 by Mayur Vora

આદિવાસીઓની પરંપરા છે ઘેરિયા નૃત્ય. દક્ષિણ ગુજરાતના આદિવાસી રાઠોડ સમાજ ઘેરિયાને જીવંત રાખવાના પ્રયાસ રૂપે પ્રતિવર્ષઘેરિયા સ્પર્ધા આયોજીત કરે છે. જેમાં ઘૈરિયા મંડળીઓએ પારંપારિકગીતો સાથે ઘેર રમી હતી.

ગાયન અને વાદન સાથે આદિવાસી પરંપરાને ઉજાગર કરતી આ પરંપરા સદીઓ જૂની છે. આદિવાસી પરંપરાની ઓળખ ઘેરિયા નૃત્યની પરંપરાને હજુ પણ આદિવાસી સમાજે પોતાની ધરોહર રૂપે સંભાળીને રાખ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં પુરાતન કાલથી અલગ અલગ લોકવાયકાઓમાં જોવા મળતા ઘેરિયા નૃત્ય, જે પુરુષો આદિવાસી સમાજના મલ્લિ માતાજીના આશીર્વાદ સાથે અર્ધ નારેશ્વર રૂપ ધારણ કરી રમે છે. ત્યારે આધુનિક્તા સાથે આદિવાસી યુવકો લોક નૃત્યથી વિમુખ ન થાય એ હેતૂથી ઘેરૈયા નૃત્ય સ્પર્ધાનું આયોજન પ્રતિ વર્ષ કરાય છે.

છેલ્લા 25 વર્ષોથી અવિરત લાભ પાંચમના દિવસેબીલીમોરા શહેરના પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ઘેરૈયા નૃત્ય સ્પર્ધાનું આયોજનથાય છે. ઘેરિયા નૃત્યુની સ્પર્ધામાં 11 ઘેરૈયામંડળીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તો આ નૃત્યને નિહાળવા મોટી સંખ્યામાંલોકો હાજર રહ્યા હતા.

Related posts

CTET 2021 / હવે અરજદાર કરી શકશે કોમ્પ્યુટર આધારિત પરીક્ષાનો અભ્યાસ, CBSE એ જાહેર કરી નોટિફિકેશન

Zainul Ansari

આરોગ્ય/ આ કારણે દરરોજ પીવું જોઇએ નાળિયેર પાણી, મળશે આ 5 ગજબ ફાયદા

Bansari

વાઇરલ વિડીયો / થોડીક સેકન્ડોમાં જ કરોળિયાની જેમ દીવાલ પર ચઢી ગઈ આ ‘સ્પાઈડરગર્લ’, વીડિયો જોઈને ડરી ગયા લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!