GSTV

Call Recording: બીજાના કોલ રેકોર્ડ કરવો પડી શકે છે ભારે, જાણો શું છે કાયદો અને ક્યાં કરી શકાય રેકોર્ડિંગની ફરિયાદ

Last Updated on July 21, 2021 by Pritesh Mehta

Call Recording: તાજેતરમાં એક રિપોર્ટ સામે આવી છે કે પેગાસસ સ્પાયવેરની મદદથી ભારતીય યુઝર્સની જાસૂસી કરવામાં આવી રહી છે. 2019માં પણ ભારત સહીત દુનિયાભરના 20 દેશોમાં થઇ રહેલ પેગાસસ સ્પાઈવેરને લઈને ઇઝરાયલી સ્પાઈવેર નિર્માતા એનએસઓ ગ્રુપ પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ સ્પાઈવેર તમારા ફોનમાં એટેક કરે છે અને તમારી જાણકારી, મેસેજ અને કોલ્સ વગેરેની જાસૂસી કરે છે. તેનાથી મનમાં એક પ્રશ્ન ચોક્કસ થાય કે આ કાનૂની રીતે કરવામાં આવતા ફોન ટેપિંગ જેવું જ છે પરંતુ ગેરકાનૂની તરીકે કરવામાં આવે છે. એ પણ સવાલ ઉઠે કે શું કોઈનો ફોન ટેપ કરી શકાય? બીજો એક મોટો સવાલ એ થાય કે દરેક લોકો ફોનમાં જે કોલ રેકોર્ડના પ્રોગ્રામ છે તે શું કાનૂની રીતે યોગ્ય છે? શું આપણે કોઈપણ વ્યક્તિનો કોલ રેકોર્ડ કરી શકીયે જે આપણી જોડે વાત કરી રહ્યું છે? જાણીયે કોલ રેકોર્ડિંગ (Recording) અને ટેપિંગ (Taping) સાથે જોડાયેલ રસપ્રદ વાતો.

Recording

પહેલા સમજીયે ફોન ટેપિંગ/Recording

ફોન ટેપિંગ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારો અથવા સુરક્ષા એજન્સીઓ કોઈ વ્યક્તિના ફોન પર થતી વાતચીત પર દેખરેખ રાખે છે. આમ તો કોઈની પણ વાતચીતને આ રીતે સાંભળવી કે તેને રેકોર્ડ કરવી સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. કારણ કે તે પ્રાયવસી કાનૂનની ઉલ્લંઘન છે. પરંતુ, જો સરકાર કે સુરક્ષા એજન્સીઓએ કોઈ વ્યક્તિ પર ગેરકાયદે અથવા દેશ વિરોધી કામ કરતા હોવાની શંકા હોય તો તેની ફોન ટેપિંગ કરી શકાય છે. એવામાં આ તમામ સરળ નથી હોતું. તેને લઈને એક સત્તાવાર કાયદો ઘડવામાં આવેલ છે.

કાયા કાયદા હેઠળ થાય છે રેગ્યુલેશન

ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1985ના સેક્શન 5(2) હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે ફોન ટેપિંગનો અધિકાર છે. જો સરકાર અથવા કોઈ કાનૂની એજન્સીને લાગે કે તમારાથી કોઈ જોખમ છે તો તમારો ફોન ટેપ કરી શકાય છે. આ સ્થિતિમાં સરકાર રાજ્ય અને જનસુરક્ષાના હિતમાં કોઈપણ વાતચીત ને તેને જાણ કાર્ય વગર Recording કરી શકે છે. સામાન્ય પરિસ્થિતિમાં કોઈપણ વ્યક્તિની વાતચીત તેની અનુમતિ વગર આર્ટિકલ 21 હેઠળ રેકોર્ડ કરવી ગેરકાયદે છે. સુપ્રીમ કોર્ટ મુજબ આર્ટિકલ 21 હેઠળ જીવનનો મૂળભૂત અધિકાર આપવામાં આવે છે અને ગોપનીયતાનો અધિકાર  તેનો અખંડ હિસ્સો છે.

Corona

કોઈની કોલ રેકોર્ડ કરીને તેને સંભળાવવું પડી શકે છે ભારે

ઘણીવાર એવું થાય છે કે લોકો તેમને આવતા તમામ કોલ રેકોર્ડ કરતા હોય છે. સ્માર્ટ ફોનના જમાનામાં તમામ એપ્સએ આ અત્યંત સરળ કરી નાખ્યું છે. ઘણા લોકો કોઈના કોલ રેકોર્ડ કરીને બીજા લોકોને સંભળાવતા હોય છે પરંતુ ધ્યાન રાખો કે તે ગોપનીયતાના દાહિકારનું ઉલ્લંઘન છે. જો તમે કોઈનો કોલ Recording કરો છો અને જે તે વ્યક્તિને તેની જાણ થાય છે તો તે તમારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે. એવામાં તમારા પર કાયદેસર કાર્યવાહી પણ થઇ શકે છે.

તમારી કોલ રેકોર્ડ કરે છે કોઈ તો શું કરશો?

જો તમને લાગે છે કે કોઈ તમારી વાત Recording કરી રહ્યું હોય અને તેમને શંકા હોય કે તેનો ઉપયોગ તમારી પ્રતિષ્ઠા, સુરક્ષા અથવા ગોપનીયતાની નુકશાન પહોંચાડી શકે છે તો તમારી પાસે અનેક ઉપાયો છે. આ રીતે તમે તમારા મૂળભૂત અધિકારોનું હાં થયું છે એટલે તમે માનવાધિકાર આયોગનો સંપર્ક કરી શકો છે. અથવા જે કોઈ વ્યક્તિ પર શંકા હોય તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી શકો છો. તો જો કોઈ અધિકારીએ કેન્દ્ર કે સરકારના નિર્દેશ પર કોલ રેકોર્ડ કર્યા હોય અને કોઈ વ્યક્તિ તેને લીક કરી દે છે જે ન કેવું જોઈએ તો પછી ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ સેક્શન 16(બી)હેઠળ આરોપી પર કાયદેસર કેસ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જમાઈરાજા બગડ્યા: પત્નિ અને સસરા ઘર જમાઈ બનાવવા માગતા હતા, જમાઈ એવો ભડક્યો કે વિજળીના થાંભલા પર ચડી બેઠો

Pravin Makwana

ગાયને રોટલી ખવડાવવાના છે જબરદસ્ત ફાયદા, પુણ્ય સાથે મળે છે આ તમામ ખુશીઓ

Damini Patel

ગૌહત્યાની તરફેણમાં ભાજપના મંત્રીનો બફાટ: મટનથી વધારે ગૌમાંસ ખાઓ, ભાજપની વિચારધારાનું પડીકું વાળીને ફેંકી દીધું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!